Surat

શ્રી ધર્મજીવન વ્યાખ્યાનમાળા – સુરત - 2022

SGVP ગુરુકુલ પરિવાર સુરત દ્વારા તારીખ ૨૮ ફેબ્રુઆરીથી ૨ માર્ચ દરમિયાન સુરત ખાતે આગામી ભાવ વંદના પર્વના ઉપક્રમે ‘શ્રી ધર્મજીવન વ્યાખ્યાનમાળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં અનેકવિધ આયોજનો થયા હતા.

ધર્મજીવન વ્યાખ્યાનમાળા - સુરત

પ્રવર્તનીયા સદ્વિદ્યા ભૂવિ યત્સુકૃતં મહત્ । પૃથ્વીને વિષે સદ્વિદ્યાનું પ્રવર્તન કરવું એ મોટું પુણ્ય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણની આ મંગલ આજ્ઞા મૂર્તિમંત કરવા સદ્ગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ઇ.સ.૧૯૪૮ માં વસંત પંચમીએ રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના કરી અને ગુરુકુલના માધ્યમથી તેની સંસ્કારયુક્ત શિક્ષણની સુવાસ દેશવિદેશમાં ચારે તરફ વસંતની વનરાઇની જેમ પ્રસરી ગઇ. આ મહાપુરુષે વાવેલું સદ્વવિદ્યાનું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે.

Covid Isolation Center – Surat, Kamrej - 2021

કોરોના મહારામારી સમગ્ર દેશ અને દુનિયાને દઝાડી રહી છે. ચારેબાજુ હાહાકાર મચ્યો છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ સેવાના અનેક કેન્દ્રો ખોલી લોકોની વહારે પણ આવ્યા છે.

ખાસ કરીને ગુજરાતમાં સુરત જેવા શહેરમાં કોરોના રોગચાળો ખૂબ વકર્યો છે. ત્યારે દર્દીઓને મદદરૂપ થવાના હેતુથી ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રયિદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુલ પરિવાર દ્વારા આ આઈસોલેશનનો પ્રારંભ કરાયો છે.

પધરામણી પર્વ અને સત્સંગ સભા, સુરત, 2012

સુરત નિવાસી ભક્તજનો તથા ભૂતપુર્વ વિદ્યાર્થીઓના પ્રેમભીના આગ્રહને માન આપીને તા. ૯ થી૧૨ મે,૨૦૧૨ દરમ્યાન સુરતના અનેક વિસ્તારોમાં પધરામણી પર્વનું આયોજન કરવામાં આવ્યું.

1008 Kund Yagna - Gurukul Surat

Ritual of Yagna is a regular part of Gurukul tradition. At Gurukul Surat, Yagna is being performed on daily base. In addition to this on 03 June, 2007 a 1008 Kund Yagna was performed under the guidance of Sadguru Purani Shree Dharmavallabhdasji Swami. Big Yagna Shala was prepared in the ‘Shreenidhi farm’ of Shree Bhikhabhai Sutariya.           
Saints & Devotees : towards Yagna-Shala with 25 flames

Pages