Shraddhanjali Sabha

માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીજીના માતુશ્રી હિરાબાને શ્રદ્ધાંજલિ

માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીજીના માતુશ્રી હિરાબાનો અક્ષરવાસ થયો છે. ત્યારે આફ્રિકામાં સત્સંગ વિચરણ કરી રહેલા SGVP ગુરુકુલ અમદાવાદના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીએ સત્સંગસભામાં હિરાબાને શ્રદ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે, પૂજનીય માતુશ્રી હિરાબાના અક્ષરવાસથી એક સુવર્ણ શતક પૂર્ણ થયું. એમની પવિત્ર આત્માને SGVP ગુરુકુલ પરિવાર શ્રદ્ધાસુમન અર્પણ કરે છે.

પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી : શ્રદ્ધાંજલિ સભા

SGVP ગુરુકુલ છારોડીના પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તા. ૧૨ એપ્રિલના રોજ અક્ષરધામમાં પધાર્યા. તેમનો અંતિમ સંસ્કાર વિધિ તેની ઇચ્છાથી ગઢપુર ઘેલા નદીના ઘાટ પર તા.૧૩ એપ્રીલના રોજ કરવામાં આવ્યો. ત્યારબાદ તેમના અસ્થિનું વિસર્જન નર્મદા કિનારે મુરલી સંગમ સ્થાને તા. ૨૧ અપ્રીલના રોજ કરવામાં આવ્યું. તેમની ગુણાનુવાદ શ્રદ્ધાંજલિ સભા છારોડી ગુરુકુલમાં તા.૨૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ રાખવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં સંતો તથા હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રદ્ધાંજલિ : પૂજ્ય મહામંડલેશ્વર શ્રીહરિચરણદાસજી મહારાજ

સાધુસમાજના અગ્રણી અને સાધુગુણે સંપન્ન મહામંડલેશ્વર પૂજ્ય શ્રીહરિચરણદાસજી મહારાજની વિદાયથી સમસ્ત સાધુ સમાજ તથા ભક્તસમુદાય સ્તબ્ધ અને શોકમગ્ન છે.

Mahamandleshwar Shri Adhyatmanandji Maharaj: Tribute

અમદાવાદના સુપ્રસિદ્ધ શિવાનંદ આશ્રમના અધ્યક્ષ સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ બ્રહમલીન થતાં, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, સંતો અને ગુરુકુલ પરિવારે તેમના પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે વંદનીય સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ ખરેખર આધ્યાત્મિક સંત હતા. ઋષિકેશના સુપ્રસિદ્ધ શિવાનંદ આશ્રમના અધ્યક્ષ સ્વામી ચિદાનંદ મહારાજના શિષ્ય હતા.

Shraddhanjali to Late Shree Keshubhai Patel - 2020

દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ વૈદિક મંત્રો સાથે આદરણીય શ્રી કેશુબાપાને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Pages