પરિવાર મિલન તથા શાકોત્સવ ગુરુકુલ (રીબડા) રાજકોટ - 2022
Posted by news on Saturday, 19 November 2022ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી પરમપૂજ્ય પુરાણી શ્રીબાલકૃષ્ણસ્વામીના સાનિધ્યમાં એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે SGVP રાજકોટનો પરિવાર મિલન સમારોહ તથા શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુરુકુલના માનવંતા ટ્રસ્ટી શ્રી નવીનભાઈ દવેના યજમાન પદે આયોજિત આ પરિવાર સ્નેહ મિલન અને શાકોત્સવ સમારોહમાં પૂજ્ય સ્વામીજીએ શાકોત્સવ પ્રસંગે પરિવારના સ્નેહ મિલનની આવશ્યકતા સમજાવી હતી.