Rathyatra - 2021
Posted by news on Monday, 12 July 2021રથ યાત્રાના પાવન દિવસે દર વર્ષે ગુરુકુલ દ્વારા અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વરસે કોરાના મહામારીના કારણે પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રા બંધ રાખેલ છે. તેને બદલે સરકારશ્રીના નિર્દેશ મુજબ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ મેમનગરમાં શ્રી જગન્નાથ ભગવાનનું પૂજન કરી SGVP છારોડી ગુરુકુલના પરિસરમાં રથમાં જગન્નાથ ભગવાન, બળદેવજી અને સુભદ્રાબેનને પધરાવી વિદ્વાન શ્રી રામપ્રિયજી અને પ્રધાનચાર્ય અર્જુનાચાર્યજી તથા લક્ષ્મીનારાયાણજીએ મંત્રગાન સાથે પૂજન કરાવ્યુ હતું અને ત્યારબાદ છારોડી ગુરુકુલ પરિસરમાં જ રથયાત્રા રુપે ફરી હતી.