Shree Ram - Shree Hari Janmotsav - 2021
Posted by news on Wednesday, 21 April 2021ચૈત્ર માસમાં સુદી નવમીનો દિવસ ભગવાન શ્રી રામચંદ્ર અને ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિવસ છે. ભરતવર્ષમાં અને ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં બંને અવતારોનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાય છે.
એસજીવીપી ગુરુકુલ પરિવારના દરેક શાખા ગુરુકુલોમાં પણ સ્થાનિક સંતો-ભક્તો દ્વારા બપોરે (મધ્યાહને) ૧૨:૦૦ કલાકે ભગવાન શ્રી રામચંદ્ર અને રાત્રે ૧૦:૧૦ કલાકે ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાગટયને ભક્તિભાવથી ઉજવવામાં આવ્યા હતા. કોરોના મહામારીને કારણે સરકારી નિયમ પ્રમાણે માત્ર સ્થાનિક સંતો અને ભકતોની ઉપસ્થિતિમાં ઓન લાઇન ઉત્સવનું આયોજન થયું હતું.