Pushpotsav

Pushpadolotsav - 2020

પુષ્પદોલોત્સવ – શ્રી નરનારાયણ દેવ પ્રાગટ્ય દિનની ઉજવણી ગુરુકુલ પરિવાર દ્વારા સવિશેષ ભક્તિભાવથી કરવામાં આવી હતી.  સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે નરનારાયણ દેવ જન્મોત્સવ અને ફુલદોલોત્સવ ઉજવાયો હતો.

Pushpadolotsav - 2017

    સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ગુરુકુલ અમદાવાદ ખાતે તા. માર્ચ ૧૩ ૨૦૧૭ ના રોજ શ્રી નરનારાયણદેવ જન્મોત્સવ -  ફુલદોલોત્સવ ભક્તિ અને આનંદ સભર ઉજવાયો હતો.

પુષ્પદોલ મહોત્સવ - ગુરુકુલ અમદાવાદ

પુષ્પદોલ ઉત્સવ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર, અમદાવાદ ખાતે દર વર્ષની માફક આ વરસે પણ સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીની નિશ્રામાં તેમજ હજારો હરિભકતોની ઉપસ્થિતિમાં ફુલદોલોત્સવ રંગભેર આનંદ સભર ઉજવાયો હતો.

ફુલદોલોત્સવ, 2013

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ,મેમનગર ખાતે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીની નિશ્રામાં તેમજ હજારો હરિભકતોની ઉપસ્થિતિમાં ફુલદોલોત્સવ રંગભેર આનંદ અને ઉત્સાહ પૂર્વક ઉજવાયો હતો.કાર્યક્રમની શરુઆતમાં શ્રી હસમુખભાઈ પાટડીયા અને સંગીત સમ્રાટ શ્રી ઋષિકુમાર શાસ્ત્રી સાહેબે ‘રંગકી ધૂમ મચાવી રે રંગભીના’ગવરાવી સૌ કોઇને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા.