Patotsav

શ્રી રામ શ્યામ ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ - 2022

વસંત પંચમી, પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી દ્વારા ગુરુકુલ પરંપરાની સ્થાપનાનો દિવસ, SGVP ગુરુકુલ ખાતે શ્રી રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજનો પ્રતિષ્ઠા દિવસ.

2nd Patotsav, Ribda – Rajkot - 2021

માગશર સુદ મોક્ષદા એકાદશી અને ગીતા જયંતીના પુનિત પર્વે, તા. ૧૪ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ SGVP ગુરુકુલ રિબડા (રાજકોટ) ખાતે શ્રીઘનશ્યામ મહારાજનો દ્વિતીય પાટોત્સવ ઉજવાયો હતો. વૈદિક મંત્રો સાથે ગંગાજળ, તમામ ઔષધિઓના રસ, ફળોના રસ, પંચગવ્ય વગેરેથી ઘનશ્યામ મહારાજનો વહેલી સવારે અભિષેક કરવામાં આવ્યો હતો.

26th Patotsav - Gurukul Ahmedabad - 2021

ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી સ્વરુપ ગ્રંથરાજ વચનામૃતની ૨૦૨મી જયંતીના પવન પર્વે, ગુરુવર્ય શાસ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ, મેમનગર ખાતે, શ્રી ઘનશ્યામ મહારાજનો ૨૬મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

Patotsav - Sharadotsav - 2021

પાટોત્સવ

શરદ પૂર્ણિમાના પવન પ્રસંગે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીમાં સંત નિવાસમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજનો ૨૧મો વાર્ષિક પાટોત્સવ આનંદ સભર ઉજવાયો હતો.

આ પ્રસંગે આજથી ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે જ્યારે અમદાવાદ પધારતા ત્યારે રસ્તામાં આવતી અડાલજ વાવમાં સંતો સહિત સ્નાન કરતા.

Shree Ram-Shyam-Ghanashyam Patotsav - SGVP

SGVP ગુરુકુલ-છારોડી ખાતે, શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના ૧૬મા પાટોત્સવ પ્રસંગે, પ્રસાદીભૂત અડાલજ વાવના જળને ઘડામાં ભરી લાવતા, ગુરુકુલ પરિસરમાં જલયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

20th Patotsav of Shree Ghansyam Maharaj - 2020

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ગુરુકુલમાં ઇ.સ. ૨૦૦૦ની સાલમાં અખંડ ભગવત્ પરાયણ પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીના વરદ હસ્તે સંત આશ્રમમાં વેદોક્ત વિધિથી શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

Annual Pratishtha Mahotsav - 2020

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP ખાતે વસંતપંચમી, તા. ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ ભગવાન શ્રીરામ-શ્યામ-ઘનશ્યામ મહારાજનો ૧૫મો પાટોત્સવ ખૂબ જ દિવ્યતાથી ઉજવાયો. આજના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ જીવોના કલ્યાણ માટે નાનો પણ અદ્‌ભુત ગ્રંથ ‘શિક્ષાપત્રી’ની અમૂલ્ય ભેટ આપી હતી. ઉપરાંત વૈરાગી સંત શ્રી નિષ્કુળાનંદ સ્વામી તથા કવિવર્ય શ્રી બ્રહ્માનંદ સ્વામીનો જન્મ પણ આજે થયો હતો.

Murti Pratishtha Mahotsav - Ribda - 2019

સદગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ પ્રથમ શ્રી હરિના સંદેશાઓને પોતાના જીવનમાં તાણાવાણાની જેમ વણીને ગુરુકુલ પરંપરાની સ્થાપના કરી. ખરેખર શાસ્ત્રીજી મહારાજે શિક્ષણ ક્ષેત્રે મોટી ક્રાન્તિ આણી છે. એજ રીતે ગુરુદેવ શાસ્રીજી મહારાજના માર્ગે ચાલીને ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદ અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP ગુરુકુલ અનેક સેવાક્ષેત્રે સેવાઓની હરણફાળ ભરી રહ્યું છે. આ સેવા કાર્યના નૂતન સોપાન સ્વરુપે રીબડા (રાજકોટ) ખાતે ગુરુકુલનો આરંભ થયો છે.

24th Patotsav & Vachanamrut Parva - Gurukul Memnagar - 2019

ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢડામાં દાદાખાચરના દરબારગઢમાં બેસીને સંવત્ ૧૮૭૬ ના માગશર સુદિ ૪ ના દિવસે આપેલ સદુપદેશથી વચનામૃત ગ્રંથની શરુઆત થઈ હતી. તે પ્રસંગને આજે સંવત્ ૨૦૭૬ માગશર સુદિ-૪ તા. ૩૦ નવેમ્બર ૨૦૧૯ શનિવારના રોજ ૨૦૦ વર્ષ પુરા થયા છે. આ વર્ષ વચનામૃતનું દ્વિશતાબ્દી વર્ષ છે. 

તાજેતરમાં સમગ્ર વડતાલ દેશના સહિયારા પ્રસંગ રૂપે, વડતાલ ધામ ખાતે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના અધ્યક્ષ સ્થાને નૂતન વર્ષના પ્રારંભે ભવ્ય રીતે સાત દિવસ સુધી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઇ ગયો.

Murti Pratishtha Mahotsav – Savannah USA - 2019

ભગવાન શ્રી સ્વામિનારાયણના સદ્‌વિદ્યાનાં કાર્યનું પોષણ કરી રહેલા ગુરુદેવની દૃષ્ટિ વિશાળ હતી. તેઓ ભગવાન શ્રી સ્વામિનારાયણના સાધુ હતા, તેથી જ તેઓ પૂર્ણ રીતે ભારતીય સંસ્કૃતિને વરેલા સંત હતા. એમનાં હૃદયમાં મારા-તારાનો કોઈ ભેદ નહોતો. વિવિધ ધર્મો, સંપ્રદાયો કે પંથો પ્રત્યે એમને ભારે આદર હતો. ગુરુદેવની આ દૃષ્ટિને વિઝન બનાવી દુનિયા ભરમાં વિચરણ કરતા પૂજ્ય સ્વામીજીના હૃદયમાં અતઃસ્ફૂરણા થઈ કે અહીં સનાતન પરંપરાનું પોષણ થાય તેવું મંદિર બનાવવું છે. આખરે એ સંકલ્પ સિદ્ધ થયો.

Pages