Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

‘એમ્બેસેડોર ઓફ ગુડ વીલ’ પદવી સન્માનિત – ડૉ. રામજી વેકરીયા

સમસ્ત કચ્છ માટે એક ગૌરવરૂપ ઘટના
નાયરોબીના શ્રી ડૉ. રામજી દેવશી ધનજી વેકરીયા ‘એમ્બેસેડોર ઓફ ગુડ વીલ’ પદવીથી સન્માનિત થયા.
મૂળ બળદીયા (કચ્છ) તથા હાલ નાઇરોબી નિવાસી આદરણીય શ્રી રામજી દેવશી ધનજી વેકરીયાને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ (યુ.એસ.એ) દ્વારા ‘એમ્બેસેડોર ઓફ ગુડ વીલ’થી સન્માનિત આવ્યા છે. ઉપરાંત લાઇન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ચેરપરસન્સ મેડલ અર્પણ કરવામાં આવેલ છે. તાજેતરમાં કલકત્તા ખાતે યોજાયેલ એક સમારોહમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ચેરમેનના હસ્તે રામજીભાઇને આ સન્માનથી સન્માનીત કરવામાં આવ્યા હતા. તેઓશ્રીને આ સન્માન લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ સાથે જોડાઇ અનેક સામાજિક તથા ધાર્મિક ક્ષેત્રોમાં અનેરા યોગદાન બદલ આપવામાં આવ્યુ હતું.
શ્રી કચ્છ લેવા પટેલ સમાજમાં આ રીતે ડૉક્ટરેટની પદવી મેળવનાર રામજીભાઇ વિરલ વ્યક્તિ છે. રામજીભાઇના સન્માનની આ ઘટના સમસ્ત કચ્છ પ્રદેશ, શ્રી કચ્છી લેવા પટેલ સમાજ તથા સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગૌરવરુપ પ્રસંગ છે.લાયન્સ ક્ષેત્રે ભાગ્યેજ વિરલ વ્યક્તિઓને પ્રાપ્ત થતાં આ સન્માન બદલ સમસ્ત SGVP  ગુરુકુલ પરિવાર ગૌરવ અનુભવે છે.
ગુરુકુલ પરંપરાના સંસ્થાપક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી તથા કચ્છના તેમજ અન્ય અનેક મહાન સંતોનો અનેરો રાજીપો રામજીભાઇએ મેળવ્યો છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા તેમણે અનેક દેશોમાં સ્કુલો તથા હોસ્પીટલોના નિર્માણમાં ખૂબ મોટી સેવાઓ કરી માનવસેવાનું એજોડ કાર્ય કર્યું છે.
રામજીભાઇને પ્રાપ્ત થયેલ ડૉક્ટરેટની પદવી બદલ તેઓશ્રીને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP), અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીસ્વામીએ હાર્દિક શુભકામના સાથે શુભાશીર્વાદ પાઠવ્યા હતા.

Achieved

Category

Tags