NABH accreditation to SGVP Holistic Hospital

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP અમદાવાદ દ્વારા સંચાલિત SGVP હોલિસ્ટિક હૉસ્પિટલમાં એલોપથી, આયુર્વેદ અને યોગનો સુભગ સંયોગ રચાયો છે. હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે એમની ઉત્તમ સારવાર થાય એ માટે ત્રણેય વિભાગના નિષ્ણાંતો દ્વારા યોગ્ય તપાસ થયા પછી સારવાર કરવામાં આવે છે.

ખાસ કરીને SGVP હોલિસ્ટિક હૉસ્પિટલ દ્વારા દર્દીઓને આયુર્વેદની ઉત્તમ સારવાર આપવામાં આવે છે. પંચકર્મ પદ્ધત્તિથી મળતી સારવાર દર્દીઓને ખૂબ ફાયદાકાર નીવડે છે. ત્યારે SGVP હોલિસ્ટિક હૉસ્પિટલને ઉત્તમ પ્રકારની સુવિધા, સ્વચ્છતા, વૈદ્યોની આવડત વગેરે અનેક પાસાઓને ધ્યાનમાં રાખીને National accreditation board for hospital and health care - NABHનું સર્ટીફિકેટ પ્રાપ્ત થયું છે.

આ એક પ્રકારનું લાયસન્સ હોય છે જે ભારતની તમામ હોસ્પિટલે તથા સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ આપતી સંસ્થાઓએ લેવાનું હોય છે. NABH નો ઉદેશ્ય સંપૂર્ણ આરોગ્યસંભાળ ધોરણ ઊંચું લાવવાનો છે. NABH માં 600 થી વધુ પેરામીટરનો સમાવેશ થાય છે.

NABHનું સર્ટીફિકેટ પ્રાપ્ત કરનાર SGVP હોલિસ્ટિક હૉસ્પિટલ સમગ્ર ભારતની એકમાત્ર હોસ્પિટલ છે કે જેમાં આયુર્વેદ અને ઍલોપથી બંને વિભાગમાં NABHની માન્યતા પ્રાપ્ત થઈ છે. વિશેષમાં આયુશ વિભાગના આદેશ મુજબ NABHનું સર્ટીફિકેટ ધરાવતી હોસ્પિટલમાં આયુર્વેદની સારવારમાં હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રાપ્ત કરી શકે છે.

SGVP હોલિસ્ટિક હોસ્પિટલને આ સિદ્ધ પ્રાપ્ત થવાથી પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ હોસ્પિટલના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

image: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.