Memnagar

પાટોત્સવ, અન્નકુટ વિતરણ – ૨૦૨૨ ગુરુકુલ અમદાવાદ

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજનો ૨૭મો પાટોત્સવ આનંદસભર ઉજવાયો હતો.

પ્રસાદીભૂત અડાલજ વાવનું જળ, ગંગાજળ તેમજ વિવિધ તીર્થોના જળ, ઔષધિઓના રસ, ફળોના રસ, પંચામૃત, પંચગવ્ય, કેસર જળ વગેરેથી ઠાકોરજીને વૈદિક મંત્રોના ગાન સાથે અભિષેક કરવામાં આવેલ.

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેદ્રભાઇ પટેલની મુલાકાત - 2022

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં ઠાકોરજીના તથા સંતોના દર્શને પધારતા, પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ માનનીય મુખ્ય શ્રી ભૂપેદ્રભાઇને કમળના પુષ્પનો હાર પહેરાવી આશીર્વાદ સાથે ભાવભીનું સ્વાગત કર્યુ હતું.

સ્વચ્છતા અભિયાન – ગુરુકુલ મેમનગર - 2022

આફ્રિકા સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહેલ ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે મહાત્મા ગાંધીજીના જન્મદિન-ગાંધી જયંતીના દિને તા. ૦૨ ઓક્ટોબર, ૨૦૨૨ રવિવારે સવારે ૭-૩૦ થી ૧૨ વાગ્યા સુધી, મેમનગર વિસ્તાર- ગુરુકુલ રોડ, આજુબાજુ વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ, મેમનગર દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.

Janmashtami Mahotsav - 2022

જન્માષ્ટમીની શુભ રાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ, મેમનગર ખાતે પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીના સાનિધ્યમાં જન્માષ્ટમીનો મહોત્સવ, કીર્તન અને રાસની રમઝટ સાથે ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો હતો.

46th Gyan Satra - 2022

ગુરુકુલ સંસ્કૃતિના પુનરોદ્ધારક અને ભગવાન શ્રી સ્વામિનારાયણના સંદેશવાહક તરીકે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ગુરુકુલ દ્વારા શિબિરો, બ્રહ્મસત્રો, જ્ઞાનસત્રો, જપયજ્ઞો જેવાં વિવિધ આયોજનો દ્વારા અનેક જીવોને મોક્ષમાર્ગે વાળ્યા. ગુરુદેવનું આ કાર્ય આજે પણ સંપ્રદાય અને સમાજમાં આગવી ભાત પાડી રહ્યું છે.

85 hours 'Akhand' Dhoon - 2022

પરમ પૂજ્ય સદ્‌ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પાવન સ્મૃતિમાં ગુરુકુલ પરિવાર દ્વારા થઈ રહેલા ભજન-અનુષ્ઠાનનાં ખૂબ મોટા આયોજનો અંતર્ગત પૂજ્ય પુરાણી સ્વામીની ૮૫ વર્ષની જીવન યાત્રાના અનુસંધાને ૮૫ સ્થળોએ ૮૫ કલાકની અખંડ ધૂનનું આયોજન થયેલ છે. ઘણી જગ્યાએ ૮૫ કલાકની ધૂનો ચાલુ છે અને કેટલાક ઉત્સાહી હરિભક્તોના ગામોમાં ૮૫ કલાકની ધૂનો પૂર્ણ થઈ ગઈ છે.

Footwear Distribution – 2022

May, 2022 hottest month of Summer 2022 at Ahmedabad, Gujarat.

As every year, with the inspiration of Pujya Guruvarya Shastri Shree Madhavpriyadasji Swami and under the guidance of Pujya Purani Shree Balkrishandasji Swami, on 1st May 2022, volunteers of SGVP Gurukul Parivar personally reached to needy people and served them with a pair of footwear.

ભજન પર્વ - 2022

સદ્વિદ્યાના માધ્યમથી અન્નદાન, વિદ્યાદાન અને અભયદાન આપનારા એવા શાસ્ત્રીજી મહારાજની ૩૪મી પુણ્યતિથિ નિમિત્તે એસજીવીપી ગુરુકુલ, છારોડી અને અમદાવાદ ગુરુકુલ, મેમનગર ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મહા વદ- એકાદશીથી મહા વદ બીજ તા. ૧૨ થી ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ સુધી સપ્તદિનાત્મક ભજન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.

26th Patotsav - Gurukul Ahmedabad - 2021

ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી સ્વરુપ ગ્રંથરાજ વચનામૃતની ૨૦૨મી જયંતીના પવન પર્વે, ગુરુવર્ય શાસ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ, મેમનગર ખાતે, શ્રી ઘનશ્યામ મહારાજનો ૨૬મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

Pages