શ્રીમદ્ ભાગવત કથા – જૂનાગઢ - 2023
Posted by news on Thursday, 11 May 2023ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા ગુણાતીત સંત દ્વારા સોરઠની ધરતી ખૂબ પાવન થઈ છે. આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રાગટ્યભૂમિ જ ગરવા ગિરનારની ગોદ રહી છે. એમાં પણ જૂનાગઢ તો પુરાણું તીર્થ છે. અહીં સ્વયં શ્રીહરિએ સ્વહસ્તે રાધારમણદેવ, રણછોડ-ત્રિકમરાય, સિદ્ધેશ્વર મહાદેવ પધરાવી કલ્યાણનું સદાવ્રત ખોલ્યું છે. આવા પવિત્ર ધામને ૧૯૫ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે SGVP ગુરુકુલ પરિવાર દ્વારા ૧૯૫માં પાટોત્સવ નિમિત્તે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.