Janmashthami - 2020
Posted by NS on Wednesday, 12 August 2020શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી, પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ૧૨ ઑગસ્ટ ૨૦૨૦ના રોજ જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો હતો. આ વરસે કોરોના મહામારી અને લોકડાઉનને કારણે માત્ર ગુરુકુલ પરિસરમાં રહેતા સંતોની ઉપસ્થિતિમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો હતો. ભકતજનોએ મહોત્સવના ઓન લાઇન દર્શન કર્યા હતા.
તમામ શાખા ગુરુકુલોમાં પણ જન્માષ્ટમીની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી.