Gyan Satra - 45 - 2021
Posted by news on Sunday, 15 August 2021સર્વાવતારી ભગવાન શ્રીસ્વામિનારાયણે ‘સદ્વિદ્યા પ્રવર્તન’ અને ‘સર્વજીવહિતાવહ સેવાપ્રવૃત્તિ’નો માર્ગ ચિંધી અનેક જીવોને મોક્ષના માર્ગે વાળ્યા છે. ભગવાન શ્રીહરિના આ સંદેશાઓને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ પોતાના જીવનમાં યથાર્થ વણ્યા અને ગુરુકુલ દ્વારા સાધના શિબિર, બ્રહ્મસત્ર, જ્ઞાનસત્ર, જપયજ્ઞ જેવા અનેક આયોજનો દ્વારા સમાજના દરેક વર્ગના લોકો સુધી પહોંચાડ્યા. આ વિવિધ આયોજનો અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદને આંગણે દર વર્ષે પવિત્ર મહિનામાં યોજાતો જ્ઞાનસત્ર અનોખી ભાત પાડે છે.