Educational

Training camp for Distance Learning in Sanskrit - 2023

અનૌપચારિક સંસ્કૃત પ્રશિક્ષણ શિબિર

શિક્ષણ મંત્રાલય ભારત સરકાર ન્યુ દિલ્હી માનીત રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દ્વારા દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય – SGVP ખાતે અનૌપચારિક સંસ્કૃત પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના ૨૫ રાજ્યોના સંસ્કૃત વિષયના ૮૫ પ્રાધ્યાપકોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.

Republic Day Celebration - 2023

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં પ્રજાસત્તાક પર્વ શાનદાર રીતે ઉજવવામાં હતું.

વિશ્વ યોગ દિવસ – 2022

યોગ એ ભારતની શાન છે, તેને વિશ્વમાં અગ્રેસર કક્ષાએ લઈ જવામાં મા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો પ્રશંસનીય છે.

73rd Republic Day Celebration - 2022

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) અમદાવાદ અને શાખા ગુરુકુલોમાં, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ૭૩માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.  ૨૬ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ વહેલી સવારે અમદાવાદ ખાતે પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીજીના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી

Tribute to the Martyrs at Chhattisgarh - 2021

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લાના સરહદી વિસ્તારમાં ૦૩ એપ્રિલ ૨૦૨૧ શનિવારે સુરક્ષા દળો અને નકસલવાદીઓ વચ્ચેની અથડામણમાં ૨૨ જેટલા જવાનો શહીદ થયા અને ૩૧ જેટલા જવાનો જખ્મી થવાની દુ:ખદ ઘટના ઘટી, ત્યારે રાષ્ટ્રીય શોકની આ દુ:ખદ ઘડીએ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના આદેશથી આ શહીદ અને ઘાયલ થયેલ જવાનોના પરિવાર જનોને સાંત્વના અને ધીરજ મળી રહે તે માટે પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષણદાસજી સ્વામીના સાનિધ્યમાં સંતો દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ ખાતે પાવનકારી એક કલાક અખંડ ધૂન નું આયોજન કરવામાં આવ્યું હતું.

GPL – 10 Opening Ceremony - 2021

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા ગુજરાતની મોટામાં મોટી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ GPL-૧૦ નું આયોજન SGVP ખાતે તા. ૧૫ માર્ચ 2021ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે કરવામાં આવ્યું હતું.

Golden Success in Sanskrit - 2021

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે, કુલપતિ ગોપબંધુ મિશ્રાજીની ઉપસ્થિતિમાં, ૧૩ મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમા ૭૫૦ જેટલા છાત્રોને પદવી એનાયત કરવામાં આવી હતી.જેમાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થી સંત મુનિવત્સલદાસજી સ્વામીએ ઉપનિષદ્ અને વચનામૃત આાધારિત ચાર પુરુષાર્થ - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ વિષય પર શોધનિબંધ રજુ કર્યો હતો. તેમજ રાવલ અંકિતે વ્યાકરણમાં સિદ્ધાન્ત કૌમુદીની અર્થપ્રકાશ ટીકા આધારિત શોધનિબંધ રજુ કરતા કુલપતિશ્રીના હસ્તે પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી.

Dharmajivan Bhavan Shilanyas - Gurukul Ahmedabad - 2021

ધર્મજીવન ભવન શિલાન્યાસ – ગુરુકુલ અમદાવાદ

ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૩૩મી પુણ્યતીથિ, મહા વદ બીજ, તા. ૦૧ માર્ચ, ૨૦૨૧ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ, મેમનગર ખાતે વિશાળ ધર્મજીવન ભવનનો શિલાન્યાસ વિધિ સદગુરુ સંતોના વરદ હસ્તે સંપન્ન થયો.

Pages