Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Dharmajivan Bhavan Shilanyas – Gurukul Ahmedabad – 2021

Photo Gallery

ધર્મજીવન ભવન શિલાન્યાસ – ગુરુકુલ અમદાવાદ

ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૩૩મી પુણ્યતીથિ, મહા વદ બીજ, તા. ૦૧ માર્ચ, ૨૦૨૧ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ, મેમનગર ખાતે વિશાળ ધર્મજીવન ભવનનો શિલાન્યાસ વિધિ સદગુરુ સંતોના વરદ હસ્તે સંપન્ન થયો.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલનું બિલ્ડીંગ જીર્ણ થતા પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી વિશાળ ધર્મજીવન ભવનની રૂપરેખા તૈયાર થઈ અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે  પ્રેરણાથી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં સદગુરુ સંતોના વરદ હસ્તે શિલાન્યાસની વિધિ સંપન્ન થઈ હતી.
પુણ્યતીથિની પૂર્વ સંધ્યાએ ગુરુકુલ અમદાવાદ, મેમનગર ખાતેસંતો, હરિભક્તો વિદ્યાર્થીઓ, દ્વારા ૨૫ કલાકની અખંડ ધૂન, ૨૫ કલાક અખંડ મંત્રલેખન, ૨૫ કલાક સુધી અખંડ દંડવત અને ૨૫ કલાક રાસ લીધેલ, જેમાં સંતો અને સ્થાનિક હરિભકતો પણ જોડાયા હતા.
શિલાન્યાસ પૂર્વે  વૈદિક વિધિ સાથે શિલા પૂજન કરવામાં આવ્યું હતુ, જેમાં દરેક યજમાન જોડાયા હતા.  શિલાન્યાસ વિધિ કર્ણાટક, મેલકોટના વિદ્વાન શ્રી રામપ્રિયજીએ કરાવી હતી.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે આ વિશાળ સાત માળનું ભવનનું નામ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સાથે જોડાયેલ છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ગુજરાતમાં પ્રથમ વાર ગુરુકુલની સ્થાપના કરી પ્રાચીન ગુરુકુલ શિક્ષા પદ્ધત્તિનો પુનરોદ્ધાર કર્યો છે.
આજે એમની ૩૩મી પુણ્યતીથિ છે ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ અને સદવિદ્યા પ્રવર્તનના આદેશને દિગંતમાં પ્રસરાવનારા ગુરુદેવના ચરણમાં આ નૂતન નિર્માણનો સંકલ્પ કરીએ છીએ.
કોરોનાનો કઠણ કાળ છે છતાં દેશ વિદશોમાંથી ભકતો દ્વારા જે સહકાર મળેલ છે તે સર્વેને અમારા અભિનંદન !
આ પ્રસંગે પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને સતત ભજન અનુષ્ઠાન પ્રિય એવા વયોવૃદ્ધ પુરાણીસ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ યજમાનશ્રીઓ, ઉપસ્થિત સર્વે હરિભક્તોને શુભાશિર્વાદપાઠવ્યા હતા.
 દરરોજ રાતે ૮ થી ૯ માધવપ્રિયદાસજી સ્વામી ધર્મજીવન ગાથાનું ઓન લાઇન શ્રવણ કરાવી રહ્યા છે.

Achieved

Category

Tags