Chharodi

વિશ્વ યોગ દિવસ – 2022

યોગ એ ભારતની શાન છે, તેને વિશ્વમાં અગ્રેસર કક્ષાએ લઈ જવામાં મા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો પ્રશંસનીય છે.

પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી : શ્રદ્ધાંજલિ સભા

SGVP ગુરુકુલ છારોડીના પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તા. ૧૨ એપ્રિલના રોજ અક્ષરધામમાં પધાર્યા. તેમનો અંતિમ સંસ્કાર વિધિ તેની ઇચ્છાથી ગઢપુર ઘેલા નદીના ઘાટ પર તા.૧૩ એપ્રીલના રોજ કરવામાં આવ્યો. ત્યારબાદ તેમના અસ્થિનું વિસર્જન નર્મદા કિનારે મુરલી સંગમ સ્થાને તા. ૨૧ અપ્રીલના રોજ કરવામાં આવ્યું. તેમની ગુણાનુવાદ શ્રદ્ધાંજલિ સભા છારોડી ગુરુકુલમાં તા.૨૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ રાખવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં સંતો તથા હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય સ્તરે વિજેતા ઋષિકુમારોનું બહુમાન – ૨૦૨૨

તાજેતરમાં તા. ૨૭ માર્ચ થી ૨૯ માર્ચ, ૨૦૨૨ દરમ્યાન કેન્દ્રીય સંસ્કૃત મહાવિદ્યાલય નવી દિલ્હી દ્વારા બેંગ્લોર, ઉત્તરાદિ મઠ ખાતે ૫૯મી અખિલ ભારતીય રાષ્ટ્રીય સંસ્કૃત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, તેમાં ભારતભરમાંથી ૯૦૦ ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમા ગુજરાતને ત્રણ સુવર્ણ ચંદ્રક, ત્રણ રજત ચંદ્રક અને બે કાંસ્ય ચંદ્રક મળતા સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્ય તૃતીય સ્થાને રહ્યું હતું.

શ્રદ્ધાંજલિ : પૂજ્ય મહામંડલેશ્વર શ્રીહરિચરણદાસજી મહારાજ

સાધુસમાજના અગ્રણી અને સાધુગુણે સંપન્ન મહામંડલેશ્વર પૂજ્ય શ્રીહરિચરણદાસજી મહારાજની વિદાયથી સમસ્ત સાધુ સમાજ તથા ભક્તસમુદાય સ્તબ્ધ અને શોકમગ્ન છે.

ધર્મજીવન સત્ર - 2022

ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના પ્રેરણાત્મક જીવનને ઉજાગર કરતા, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી દ્વારા આલેખિત ધર્મજીવન ગાથા ગ્રંથના ભવ્ય વિમોચન બાદ ગુજરાતના મૂર્ધન્ય સાહિત્ય જગત વચ્ચે ધર્મજીવન ગાથા દ્વારા પ્રસારિત શ્રીજી મહારાજના સદ્વિદ્યા પ્રવર્તન અને સર્વજીવહિતાવહ સંદેશાઓ પ્રસ્થાપિત થાય તેવા શુભ હેતુથી, પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી તા. ૨૭ માર્ચ, ૨૦૨૨ના રોજ એસજીવીપી, અમદાવાદ ખાતે ધર્મજીવન સત્રનું આયોજન થયું હતું.

ભાવ વંદના પર્વ – ૨૦૨૨

તારીખ ૨૦ માર્ચ, રવિવાર ૨૦૨૨ના રોજ સાંજે ૫:૦૦ કલાકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP, અમદાવાદ તે સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીના સાંનિધ્યમાં ભવ્ય-દિવ્ય ‘ભાવવંદના પર્વ’ ઉજવાઈ ગયો.

ભજન પર્વ - 2022

સદ્વિદ્યાના માધ્યમથી અન્નદાન, વિદ્યાદાન અને અભયદાન આપનારા એવા શાસ્ત્રીજી મહારાજની ૩૪મી પુણ્યતિથિ નિમિત્તે એસજીવીપી ગુરુકુલ, છારોડી અને અમદાવાદ ગુરુકુલ, મેમનગર ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મહા વદ- એકાદશીથી મહા વદ બીજ તા. ૧૨ થી ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ સુધી સપ્તદિનાત્મક ભજન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.

Annakut Distribution - 2022

SGVP શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે અન્નકૂટની પ્રસાદી ગરીબોમાં વહેંચવામાં આવી હતી.

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP ગુરુકુલમાં બિરાજીત શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે ૧૦૮ વાનગીઓનો ૫૦૦ કિલો જેટલો અન્નકૂટ ધરાવાયો હતો.

શ્રી રામ શ્યામ ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ - 2022

વસંત પંચમી, પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી દ્વારા ગુરુકુલ પરંપરાની સ્થાપનાનો દિવસ, SGVP ગુરુકુલ ખાતે શ્રી રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજનો પ્રતિષ્ઠા દિવસ.

Pages