Celebrations

જળઝીલણી મહોત્સવ, દ્રોણેશ્વર - 2022

ઉના પાસે શ્રી દ્રોણેશ્વર મહાદેવના સાનિધ્યમાં, મારુતીધામમાં બીરાજીત કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં દ્રોણેશ્વર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ભક્તો તથા ગુરુકુલની તમામ શાખાના સંતોની ઉપસ્થિતિમાં જળઝીલણી મહોત્સવ આનંદસભર ઉજવાયો હતો.

World Sparrow Day - 2021

કોઈ પણ સ્થાનિક પર્યાવરણમાં રહેલા જંતુઓથી માંડીને પશુ, પક્ષીઓ, વૃક્ષો, વનરાજી, વગેરે તે તે પર્યાવરણના એક ભાગ રૂપે પૂરક સભ્ય બનીને પર્યાવરણની જાળવણીમાં મોટો ભાગ ભજવતા હોય છે.તેમાં એકાદ ભાગમાં થયેલ ફેરફાર સમગ્ર પર્યાવરણને નુકશાન પહોંચાડે છે.

Grapes Celebration (Draksh Falkut Utsav) - 2021

મહાશિવરાત્રિના મંગળ પર્વે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ખાતે સંત નિવાસમાં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજને દ્રાક્ષનો ફલકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો.

ધર્મજીવન હોસ્ટેલના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ આ દ્રાક્ષ ફલકૂટમાં સહયોગ આપીને શ્રી ઘનશ્યામ મહારાજને ૭૦૦ કિલો જેટલી દ્રાક્ષ ફલકૂટના રૂપમાં ધરાવવામાં આવી હતી.

Mahashivaratri Festival - 2021

શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સત્સંગીઓને આજ્ઞા કરી છે, કે વિષ્ણુ, શીવ, ગણપતિ, પાર્વતિ અને સૂર્યનારાયણનું અમારા ભકતોએ આદર થકી પૂજન કરવું અને શિવરાત્રીના દિવસે શિવજીનું પૂજન તથા ઉત્સવ કરવા. એ આજ્ઞા પ્રમાણે ગુરુકુલ પરિવાર દ્વારા શિવપર્વોના દિવસે વિશેષ પૂજન, અનુષ્ઠાન થાય છે.

પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, SGVP ગુરુકુલ પરિવારના બધા શાખા ગુરુકુલોમાં શિવ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Chikki Annakut - Droneshwar - 2021

મકર સંક્રાંતિ, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીજીની પ્રેરણાથી, શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને ચીકકીનો અન્નકૂટ ધરાવાયો હતો.

Sugarcane Festival (Sheradi Falkut) - 2021

સામાન્ય રીતે નૂતન વર્ષે દરેક મંદિરોમાં ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને તેનો પ્રસાદ હરિભકત વગેરેને વહેચવામાં આવે છે.

મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં દરવરસે સીઝન પ્રમાણે ફલકુટોત્સવ, આમ્રકૂટોત્સવ, અન્નકૂટોત્સવ, વગેરે થાય છે ને તેનો પ્રસાદ ગરીબોને વહેંચવામાં આવે છે.

Diwali - 2020

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, દર વર્ષે ધન તેરસ - ભગવાન ધન્વંતરિના પ્રાગટ્ય દિવસે ધન્વંતરિ યાગનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાતનાં નામાંકિત વૈદરાજો સજોડે યજ્ઞમાં આહુતિઓ આપે છે.

Apple Falkut Mahotsav - 2020

સામાન્ય રીતે નૂતન વર્ષે દરેક મંદિરોમાં ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને તેનો પ્રસાદ હરિભકત વગેરેને વહેંચવામાં આવે છે.

Janmashthami - 2020

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી, પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ૧૨ ઑગસ્ટ ૨૦૨૦ના રોજ જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો હતો. આ વરસે કોરોના મહામારી અને લોકડાઉનને કારણે માત્ર ગુરુકુલ પરિસરમાં રહેતા સંતોની ઉપસ્થિતિમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો હતો. ભકતજનોએ મહોત્સવના ઓન લાઇન દર્શન કર્યા હતા.
તમામ શાખા ગુરુકુલોમાં પણ જન્માષ્ટમીની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી.

Pages