Bhagavad Gita Jayanti

ભગવદ્‌ ગીતા જયંતીની ઉજવણી - 2022

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) અમદાવાદ દ્વારા કાર્યરત દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા માગશર સુદી એકાદશી તારીખ ૩ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ગીતા જયંતિના દિવસે મહાવિદ્યાલયના આચાર્યો, ઋષિકુમારો તથા સંતો દ્વારા પ્રાતઃકાળે સંપૂર્ણ ભગવદ્‌ ગીતાનું સામુહિક ગાન કરવામાં આવ્યું હતું.