International Seminar, BHU Banaras - 2023
Posted by news on Saturday, 11 February 2023આદરણીય મહામના મદનમોહન માલવીયાજી દ્વારા સંસ્થાપિત અને વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટી ખાતે આવેલા વેદ વિજ્ઞાન કેન્દ્રમાં 'વૈદિક વિધિશાસ્ત્ર અને સમસામયિક વિશ્વ ઉપર એમનો પ્રભાવ' એ વિષયને આધારે ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન થયું હતું. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યું હતું. ઉપરાંત, સ્વામીશ્રી આ સેમિનારના કી-નોટ સ્પીકર પણ હતા.