ayurved

NABH accreditation to SGVP Holistic Hospital

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP અમદાવાદ દ્વારા સંચાલિત SGVP હોલિસ્ટિક હૉસ્પિટલમાં એલોપથી, આયુર્વેદ અને યોગનો સુભગ સંયોગ રચાયો છે. હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે એમની ઉત્તમ સારવાર થાય એ માટે ત્રણેય વિભાગના નિષ્ણાંતો દ્વારા યોગ્ય તપાસ થયા પછી સારવાર કરવામાં આવે છે.

NABH Accreditation to SGVP Holistic Hospital - 2021

SGVP ની હોલિસ્ટિક હૉસ્પિટલના આયુર્વેદ વિભાગને NABH નું એક્રેડીટેશન પ્રાપ્ત થયું

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP અમદાવાદ દ્વારા સંચાલિત SGVP હોલિસ્ટિક હૉસ્પિટલમાં એલોપથી, આયુર્વેદ અને યોગનો સુભગ સંયોગ રચાયો છે. હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે એમની ઉત્તમ સારવાર થાય એ માટે ત્રણેય વિભાગના નિણાંતો દ્વારા યોગ્ય તપાસ થયા પછી સારવાર કરવામાં આવે છે.

Ayurved Kit Distribution - 2021

હાલ સમસ્ત વિશ્વ, ભારત અને ગુજરાતમાં કોરોના મહામારીએ માજા મૂકી છે. અનેક લોકો આ બીમારીને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. ગામડાઓની સ્થિતિ પણ ખૂબ નાજુક છે.

ગામડામાં ન તો દવા કે દવાખાનાની યોગ્ય વ્યવસ્થા છે કે ન યોગ્ય માર્ગદર્શન મળે છે. જેને લીધે અનેક લોકોએ પોતાના જીવ ખોયા છે.

આભ ફાંટે ત્યારે થીંગડા કેમ મારવા ! પરંતુ નાસિપાસ થઈ જવાથી કોઈ રસ્તા મળે એમ નથી. ત્યારે આપણાથી બનતી લડાઈ લડતા રહેવું એ જ આ મહામારીને હરાવવાનો ઉપાય છે.

A.M. Narayan Mama Spiritual Center Inauguration - 2017

ભગવાન શ્રી સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં માતા, પિતા અને કોઇ રોગીની આજીવન સેવા કરવાની આજ્ઞા પ્રમાણે, સદ્ગુરુવાર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની આગેવાની નીચે, પુજ્યપાદ શ્રી જોગી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે તૈયાર થઇ રહેલ હોલિસ્ટિક હોસ્પિટલમાં, અનાદિ મુક્તરાજ પૂજ્ય નારાયણ મામા સર્વજીવહિતાવહ સ્પિરિચ્યુઅલ સેન્ટરનું સ્વામી માધવપ્રિયદાસજી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સ્પિરિચ્યુઅલ સેન્ટરના સ્પોન્સર ડો. શ્રી વિનોદભાઇ શેખે દિપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કર્યુ હતું.

આયુર્વેદ મહાઋણ યાત્રા અને આયુર્વેદિક આંતરરાષ્ટિ્ય અધિવેશન

આયુર્વેદ - યુગો સુધી ભારતીય ઉપખંડના મનુષ્યોને અને અન્ય જીવોને શારીરિક રીતે સુસ્વસ્થ અને સુદ્રઢ રાખી, તન મનની સુખાકારી તેમજ અધ્યાત્મ સંપદાથી સમૃદ્ધ રાખનાર આ વૈદિક વિજ્ઞાન પ્રવાહને ભારતીય સંસ્કૃતિએ પંચમ વેદનું સુયોગ્ય સ્થાન આપીને બહુમાન કર્યું છે.
સમયાન્તરે આ જ્ઞાન પ્રવાહ હસ્તપ્રતો અને ગ્રન્થોમાં આલેખિત થયો. આયુર્વેદના મહાન સંશોધક ઋષિઓ, મનીષિઓ અને કુશળ વૈદ્યરાજોએ અદ્યાપિ પર્યંત તે ભવ્ય અને અમૂલ્ય પરંપરાને જાળવી રાખીને માનવ સમાજની ખૂબજ મોટી સેવા કરી છે. માનવ સમાજની આવી ઉત્કૃષ્ટ સેવા બદલ કૃતજ્ઞતા વ્યકત કરી, આ ગ્રન્થો અને પરંપરાના વાહકોનું ઋણ સ્વીકાર કરવું એ આપણી નૈતિક ફરજ છે.