Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Apple Falkut Mahotsav – 2020

Photo Gallery

સામાન્ય રીતે નૂતન વર્ષે દરેક મંદિરોમાં ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને તેનો પ્રસાદ હરિભકત વગેરેને વહેંચવામાં આવે છે.

અત્યારે જ્યારે કોરોના મહામારીનો ઉપદ્રવ ચાલી રહ્યો છે ત્યારે પુરુષોત્તમ માસની કમલા એકાદશીના શુભ દિન તા. ૧૩ ઓક્ટોબર મંગળવારે ગુરુવર્ય સ્વામિ શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણા અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગર, અમદાવાદમાં વિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજને સંતોએ ભાવથી ૩૦૦૦ કિલો સફરજન ધરાવી ફકત સ્થાનિક સંતોએ સ્વાસ્થ્ય સુરક્ષાના નિર્દેશોનું પાલન કરી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ફલકૂટોત્સવ ઉજવ્યો હતો.
શ્રી ઘનશ્યામ મહારાજનું પંચોપચાર પૂજન કરી પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીએ ઠાકોરજીની આરતિ ઉતારી હતી.

પૂજ્ય સ્વામીજીના સંકલ્પ પ્રમાણે, ઘનશ્યામ મહારાજને ધરાવેલ તમામ ૩૦૦૦ કિલો સફરજન પ્રસાદરુપે હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ, અનાથાશ્રમો, વૃદ્ધાશ્રમો, નિરાધારો, ઝુંપડપટ્ટી વગેરે સ્થળોએ પ્રસાદરુપે વહેંચવામાં આવ્યો હતો.
SGVP ગુરુકુલ પરિવારના યુવાનોએ રૂબરૂ જઈને પ્રસાદરૂપે તમામ સફરજનનું વિતરણ કર્યું હતું.

Achieved

Category

Tags