Anushthan

જનમંગલ અનુષ્ઠાન પર્વ – SGVP - 2022

ચાતુર્માસ અને તેમાં પણ અંતિમ એટલે કાર્તિક માસને ભજન અનુષ્ઠાન માટે ઉત્તમ ગણવામાં આવે છે. યજ્ઞ અનુષ્ઠાનપ્રિય પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી દર કાર્તિક માસમાં એસજીવીપી છારોડીના વિશાળ કેમ્પસમાં આંબળાના વનમાં તુલસીદળથી જનમંગલ સ્તોત્રના પાઠ સાથે ઠાકોરજી પૂજન કરી પુરશ્ચરણ કરતાં અને અંતે વિષ્ણુયાગમાં અગ્નિનારાયણને હજારો આહુતિઓ અર્પણ કરીને પૂજ્ય પુરાણી સ્વામીએ શ્રીજી મહારાજ દ્વારા પ્રસ્થાપિત અને શાસ્ત્રીજી મહારાજ દ્વ્રારા સંવર્ધિત અહિંસામય મહાયજ્ઞોની પરંપરાને જીવંત રાખી છે.

સર્વમંગલ યજ્ઞ અનુષ્ઠાન - 2022

પૃથ્વીને વિષે સદ્ વિદ્યાનું પ્રવર્તન કરાવવું એથી કોઇ મોટું પુણ્ય નથી - એ ભગવાન શ્રી સ્વામિનારાયણની સર્વજીવહિતાવહ આજ્ઞા પ્રમાણે શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાજી સ્વામીએ આજથી ૭૫ વર્ષ પૂર્વે ગુરુકુલ પરંપરાની સ્થાપના કરીને સમાજમાં મોટી ક્રાંતિ આણી છે.