રાષ્ટ્રીય સ્તરે વિજેતા ઋષિકુમારોનું બહુમાન – ૨૦૨૨
Posted by news on Monday, 4 April 2022તાજેતરમાં તા. ૨૭ માર્ચ થી ૨૯ માર્ચ, ૨૦૨૨ દરમ્યાન કેન્દ્રીય સંસ્કૃત મહાવિદ્યાલય નવી દિલ્હી દ્વારા બેંગ્લોર, ઉત્તરાદિ મઠ ખાતે ૫૯મી અખિલ ભારતીય રાષ્ટ્રીય સંસ્કૃત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, તેમાં ભારતભરમાંથી ૯૦૦ ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમા ગુજરાતને ત્રણ સુવર્ણ ચંદ્રક, ત્રણ રજત ચંદ્રક અને બે કાંસ્ય ચંદ્રક મળતા સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્ય તૃતીય સ્થાને રહ્યું હતું.