Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Sarvamangal Yagna Anushthan Gadhapur Ribda Gurukul 2022

Photo Gallery

પૃથ્વીને વિષે સદ્ વિદ્યાનું પ્રવર્તન કરાવવું એથી કોઇ મોટું પુણ્ય નથી – એ ભગવાન શ્રી સ્વામિનારાયણની સર્વજીવહિતાવહ આજ્ઞા પ્રમાણે શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાજી સ્વામીએ આજથી ૭૫ વર્ષ પૂર્વે ગુરુકુલ પરંપરાની સ્થાપના કરીને સમાજમાં મોટી ક્રાંતિ આણી છે.

પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની ૩૪મી પુણ્યતિથિ નિમિત્તે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે તેમજ SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ)થી સંતો શાસ્ત્રી ધર્મવત્સલદસજી સ્વામી અને વેદાન્તસ્વરુપદાસજી સ્વામી દ્વારા તીર્થધામ ગઢપુરને આંગણે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની ૩૪મી પુણ્યતિથિથી પ્રારંભ કરીને તા. ૧૮ થી ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૨ દરમ્યાન પંચદિનાત્મક સર્વમંગલ હોમાત્મક યજ્ઞ અનુષ્ઠાનકરવામાં આવ્યું હતું.

દરરોજ ગાયના ઘી, જવ, તલ તથા સમિધથી અગ્નિદેવને સર્વમંગળ સ્તોત્ર ઉપરાંત જનમંગલ સ્તોત્ર, પુરુષસુક્તના મંત્રો સાથે આહુતિઓ આપવામાં આવી હતી.
દરરોજ બપોર પછી શ્રી ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં જનમંગલ સ્તોત્રનું પુરશ્ચરણ કરવામાં આવ્યું હતું. તથા પ્રસાદીની વસ્તુઓ તેમજ સ્થાનોના દર્શન કરવામાં આવ્યા હતા.
યજ્ઞ અનુષ્ઠાન દરમ્યાન દરરોજ વહેલી સવારે સૂર્યઅર્ઘ્યનો વિધિ રાખવામાં આવ્યો હતો. બ્રહ્મવૈવર્ત પુરાણ અને અન્ય હિન્દુ શાસ્ત્રોમાં સૂર્યસ્તવન અને સૂર્યઅર્ઘ્યનો મહિમા વર્ણવાયો છે.
ખરેખર સૂર્ય ઉર્જાથી આપણું જીવન ટકી રહેલ છે. સૂર્યનારાયણ દેવ પ્રત્યક્ષ દેવ છે. તમામ રોગોના નાશકર્તા સૂર્યદેવ છે. ખરેખર સૂર્યનું પૂજન કરવાથી શરીરમાં આરોગ્યતા સાથે જીવનમાં અવિરત પ્રગતિ થાય છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢપુરમાં સૂર્યનારાયણ દેવ પધરાવેલ છે. વન વિચરણ દરમ્યાન ભગવાન નિલકંઠ વર્ણીએ પુલહાશ્રમમાં એકપગે ઉભા રહી સૂર્યનારાયણનું ધ્યાન અને ગાયત્રી જાપ કર્યા હતા.
અનુષ્ઠાન દરમ્યાન ગુરુકુલ તરફથી શ્રી ગોપીનાથજી મહારાજ તથા શ્રી વાસુદેવનારાયણની આગળ અન્નકૂટ ધરાવવામાં આવેલ તથા તમામ દેવોને વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા. ગૌશાળામાં ગાયોને ઘાસચારો આપવામાં આવ્યો હતો.

યજ્ઞઅનુષ્ઠાનમાં ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી પધારતા મંદિરના ટ્રસ્ટી શ્રી હરિજીવનદાસજી સ્વામીએ સ્વામીજીનું સ્વાગત કરેલ. પૂજ્ય સ્વામીજીએ ગઢપુર અને યજ્ઞનો મહિમા સમજાવ્યો હતો. પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પૂજ્ય પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીએ પણ યજ્ઞ અનુષ્ઠાનમાં હાજર રહી ભાગ લેનાર તમામ યજમાનો તથા સંતોને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
પૂર્ણાહુતિને દિવસે શ્રી ગોપીનાથજી મહારાજ અને તમામ દેવોને થાળ તથા સંતો અને સાંખ્યયોગી બહેનોને રસોઈ આપવામાં આવી હતી.

Achieved

Category

Tags