શરદ પૂર્ણિમા - SGVP ૨૦૨૨

ઉપરોકત શબ્દો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે ઉજવાઇ રહેલ શરદોત્સવ પ્રસંગે પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ ઉચાર્યા હતા.

પૂજ્ય સ્વામીજી તથા પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ઠાકોરજીનું પૂજન કરી પ્રથમ આરતિ ઉતારી ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

ધર્મજીવન હોસ્ટેલના વિદ્યાર્થીઓ, રીબડા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓએ અને મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓએ વૃંદાવન રાસ, કાઠિયાવાડી રાસ, સાડી રાસ, વગેરે વિવિધ રાસ ઉપરાંત ખાસ કરીને મણિયારા રાસની રમઝટ બોલાવી હતી.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે અહી બાળકોને શિક્ષણ સાથે જે સંસ્કારનુ સિંચન થાય છે તેથી અમને ખૂબ જ આનંદ થાય છે. આવો ગુરુકુલ જેવો સંસ્કાર સભર શરદોત્સવ ભારતભરમાં ક્યાય ઉજવાતો જોયો નથી. યુપીના શિક્ષણ મંત્રી શ્રી યોગેન્દ્રજી ઉપાધ્યાયએ પણ આ ઉત્સવ અને વિદ્યાર્થીઓના કૌશલ્ય અને સંસ્કારસભર વાતાવરણથી ભારે પ્રભાવિત થયાનું પોતાના પ્રવચનમાં જણાવ્યુ હતું.

પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે આજે તો અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મદિન છે. ભગવાન જ્યારે પૃ્થ્વી પર અવતાર ધારણ કરે છે ત્યારે એકલા પધારતા નથી પણ મુક્તો સાથે પધારે છે.

આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ શ્રી આર. ઢોલરિયા, ટ્રસ્ટી શ્રી નવિનભાઇ દવે, શ્રી ત્રિકમભાઇ ઝાલાવાડિયા, માનવ અધિકારપંચના અધ્યક્ષ શ્રી ભટ્ટ સાહેબ, શ્રી વી.એસ ગઢવી સાહેબ, યુપીથી શ્રી ગણેશજી જાદવ, પદ્મશ્રી ભીખુભાઇ ગઢવી, શ્રી સીંગ સાહેબ (કુલપતિશ્રી, કર્ણાવતી યુનિ. ગાંધીનગર), વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અંતમા સંતોનો સમૂહ રાસ અને ચોથી આરતી બાદ સૌએ દૂધ પૌઆનો પૌવાનો પ્રસાદ લીધો હતો.

image: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.