Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Bhajan Parva Memnagar – 2022

Photo Gallery

સદ્વિદ્યાના માધ્યમથી અન્નદાન, વિદ્યાદાન અને અભયદાન આપનારા એવા શાસ્ત્રીજી મહારાજની ૩૪મી પુણ્યતિથિ નિમિત્તે એસજીવીપી ગુરુકુલ, છારોડી અને અમદાવાદ ગુરુકુલ, મેમનગર ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મહા વદ- એકાદશીથી મહા વદ બીજ તા. ૧૨ થી ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ સુધી સપ્તદિનાત્મક ભજન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભજન પર્વ દરમ્યાન ગુરુકુલ અમદાવાદમાં,
સવારે ૭:૩૦ થી ૮:૩૦ દરમ્યાન ભક્તચિંતામણીના સમૂહ પાઠ
સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ મહાવિષ્ણુયાગ
બપોરપછી ૩-૦૦ થી ૫-૦૦ મહિલા મંડળ દ્વારા તથા ૫-00 થી ૮-00 દરમ્યાન સમૂહ ધુન
રાત્રે ૮:૦૦ થી ૯:૦૦ ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસાસને ધર્મજીવન વ્યાખ્યાનમાળા
સામાજીક સેવાના ભાગ રૂપે આયોજીત રક્તદાન કેમ્પમાં ૧૦૮ બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું.

ભજન પર્વ દરમ્યાન…
૧૦૯ :ભક્તચિંતામણિ પાઠ
યજ્ઞમાં ૨,૮૦,૦૦૦ આહુતિ અર્પણ કરવામાં આવી
૩૪ કલાક મહામંત્ર ધૂન
૮૭ કલાક અખંડ દંડવત પ્રણામ
૮૭ કલાક અખંડ મંત્ર-લેખન
૧૦૧ વિદ્યાર્થીઓએ ૮૭ કલાકના નકોરડા ઉપવાસ કર્યા

SGVP છારોડી ખાતે દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ…
૩,૭૮,૦૦૦ મહામંત્ર જપ કર્યા
૫૭,૬૦૦ દંડવત પ્રણામ
૨૨,૨૦૦ પ્રદક્ષિણા
૧,૧૧૧ જનમંગલ સ્તોત્ર પાઠ
૧૧ ઋષિકુમારોએ ૧૦૮ કલાક તથા ૭ ઋષિકુમારોએ ૮૭ કલાકના નકોરડા ઉપવાસ કર્યા
દરરોજ ૧ કલાક અખંડ ધૂન તથા મહા વદ બીજના રોજ યજ્ઞશાળામાં શ્રીમહાવિષ્ણુ યાગ, અભિષેક, અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે સંતો અને વિદ્યાર્થીઓએ…
૫૧,૦૦૦ મંત્ર લેખન
૧૮,૦૦૦ પ્રદક્ષિણા
૮૦૦૦ દંડવત પ્રણામ તથા
૪૦ વિદ્યાર્થીઓએ ૩૪ કલાક ઉપવાસ કર્યા

ગુરુકુલ રીબડા (રાજકોટ) દ્વારા તીર્થધામ ગઢપુર ખાતે સર્વમંગલ હોમાત્મક અનુષ્ઠાન અંતર્ગત યજ્ઞ, જનમંગલ પુરશ્ચરણ, શ્રી ગોપીનાથજી મહારાજ અને દેવોને દરરોજ થાળ, વાઘા તથા અન્નકૂટ, ગૌશાળામાં ગાયોને નીરણ તથા સંતો અને સાંખ્યયોગી બહેનોને રસોઈ આપવામાં આવી હતી.

Achieved

Category

Tags