Photo Gallery
With the inspiration of Guruvarya Shastri Shree Madhavpriydasji Swami, this year the Navratri festival was organised at the Shree Swaminarayan Sanatan temple, Savannah. Pujya Dharmapriyadasji Swami and Pujya Darshanpriyadasji Swami were guiding force to make this devotional & cultural event a success.
During the Navratri, thousands of devotees took part in the aarti of Goddess Amba and participated in traditional garba dance as a mark of devotion to Goddess Amba.
A musical group from India was also invited specifically for this event. They were playing exceptional melodies appropriate to the occasion.
It was a great cultural event wherein devotees originated from various parts of India from various traditions of cultures were taking part, the glimpse of such unity in diversity was indeed a fascinating occasion.
નવરાત્રિની ભવ્ય ઉજવણી – સવાનાહ, અમેરીકા
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP છારોડીના અધ્યક્ષ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી તથા પૂજ્ય ધર્મપ્રિયદાસજીદાસજી સ્વામી તથા દર્શનપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-જ્યોર્જિયા ખાતે ધામધૂમથી નવરાત્રિના ઉત્સવનું આયોજન થયું હતું.
નવરાત્રિનાં ઉત્સવ દરમિયાન દરરોજ એક હજારથી વધારે ભક્તજનો મા અંબાજીની આરતીનો લાભ લઈ અને ભક્તિભાવથી રાસ-ગરબા રમ્યા હતા.
ભારતથી આવેલી સંગીતકારોની ટીમે અદ્ભુત ગરબા ગાઈ સંગીતની સુરાવલીઓ વહાવી હતી.
સનાતન મંદિરમાં ભારતના દરેક પ્રાંતના ભક્તો, સાત્વિક અને ભક્તિપૂર્ણ વાતાવરણમાં એક સાથે ગરબા લેતા હોય ત્યારે અદ્ભુત દૃશ્યો સર્જાયા હતા.