Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

National level Sanskrit Competition 2025

દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોનો રાષ્ટ્રીય સંસ્કૃત સ્પર્ધામાં ભવ્ય વિજય

નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દ્વારા, પતંજલિ યોગપીઠ હરિદ્વાર ખાતે ૧૯-૨૦-૨૧ માર્ચ, ૨૦૨૫ દરમ્યાન, આયોજિત રાષ્ટ્રીય સંસ્કૃત સ્પર્ધામાં ગુજરાતના ઋષિકુમારોએ ગૌરવસભર પ્રદર્શન કર્યું છે. ગુજરાતમાંથી SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના નવ ઋષિકુમારોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાંથી પાંચ ઋષિકુમારોએ મેડલ જીતી ગુજરાત અને સંસ્થાનું નામ રોશન કર્યું છે.

રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દ્વારા આયોજિત આ સ્પર્ધામાં સમસ્ત ભારતમાંથી દરેક રાજ્યોમાં જેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હોય એવા વિદ્યાર્થીઓ ભાગ લે છે, જેમાં સંસ્કૃત ભાષા, શાસ્ત્રીય જ્ઞાન અને પરંપરાગત શિક્ષણ આધારિત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. કુલ પચીસ રાજ્યોના એક હજાર જેટલા સ્પર્ધકો વચ્ચે ત્રણ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં ગુજરાતના સાત ઋષિકુમારોએ બે ગોલ્ડ મેડલ, બે સિલ્વર મેડલ તેમજ ત્રણ બ્રોન્જ મેડલ પ્રાપ્ત કરીને સંસ્કૃત ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કર્યું હતું. મહત્વની વાત એ છે કે આ સાત મેડલમાંથી પાંચ મેડલ કેવળ SGVP સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ પ્રાપ્ત કર્યા હતા.

વિજયી ઋષિકુમારોને બાબા શ્રી રામદેવજી મહારાજ, ઉત્તરાખંડના મુખ્યમંત્રીશ્રી, રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનના કુલપતિ શ્રી વરખેડીજી વગેરે મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા પણ સંસ્થાના અધ્યક્ષ ગુરુવર્ય પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ આ ઋષિકુમારોને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં વધુ ઉત્તમ પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

વિજેતા ઋષિકુમારો – 1. ભટ્ટ દિવ્યેશ (ગોલ્ડ મેડલ), 2. જાની દેવાંગ (સિલ્વર મેડલ), 3. સાધુ બ્રહ્મવિહારીદાસજી (બ્રોન્જ મેડલ), 4. દવે જય (બ્રોન્જ મેડલ), 5. પંડ્યા શિવમ (બ્રોન્જ મેડલ).

Achieved

Category

Tags