વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની પધરામણી
વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ (૦૭ થી ૧૫ નવેમ્બર, ૨૦૨૪ ) ઉપક્રમે SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ)ની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તા. ૧૨-૧૩ એપ્રિલ, ૨૦૨૪ દરમ્યાન પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની પધરામણી કરવામાં આવી હતી.
પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર SGVP અમદાવાદ ની નૂતન શાખા ‘પ્રેમપ્રકાશ’ સંસ્કાર કેન્દ્ર વાવડી ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ૧૨ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ વડતાલ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે શ્રી રામ, શ્યામ, ઘનશ્યામ મહારાજ તેમજ શ્રી મહાદેવ પરિવાર, શ્રી ગણપતિજી તથા શ્રી હનુમાનજીની મૂર્તિપ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી.
આ પ્રતિષ્ઠા પ્રસંગે પધારેલ પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે આસપાસના રાવકી, ઢોલરા, પારડી, રીબડા, રીબ, ગુંદાસરા, લોધિકા, મેંગણી, મોટા મહિકા, નાના મહિકા, વગેરે ગામોમાં પધરામણી કરી શ્રી હરિ મંદિરમાં આરતી કરી, આશીર્વચન પાઠવ્યા હતા.