Photo Gallery
SGVP હોલિસ્ટિક હોસ્પિટલમાં અત્યાધુનિક MRI મશીનનું લોકાર્પણ
એલોપથી, આયુર્વેદ અને યોગના સમન્વય સાથે કાર્યરત શ્રી જોગી સ્વામી SGVP હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે તારીખ ૨૭ મે, ૨૦૨૩ના રોજ અત્યાધુનિક ૧.૫ ટેસ્લા મોડેલનું MRI લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રકારનું સિગ્મા પ્રાઈમ MRI ગુજરાતનું પ્રથમ મશીન છે. જેના દ્વારા દર્દીઓની સારવારમાં અત્યંત સરળતા અને સચોટતા રહેશે.
A state-of-the-art 1.5 Tesla Model MRI Lab was inaugurated on May 27, 2023, at Shree Jogi Swami SGVP Holistic Hospital, working with the integration of Allopathy, Ayurveda and Yoga. Sigma Prime MRI is the first such machine in Gujarat. Through this, the treatment of patients will be extremely easy and accurate.
પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય સદ્ગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં યોજાયેલ આ ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યલયના ચીફ પ્રિન્સીપાલ સેક્રેટરી શ્રી કે. કૈલાશનાથન, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. થેન્નારસન, હોલિસ્ટીક હોસ્પિટલના મુખ્ય દાતાશ્રીઓ શ્રી હર્ષદભાઈ પટેલ તથા ઘનશ્યામભાઈ પટેલ (સ્વામી પરિવાર, બોત્સ્વાના), નાઈરોબીના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને ભૂજમાં કે. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના નિર્માતા શ્રી કે. વરસાણી તથા નાઈરોબીના સુપ્રદ્ધ ઉદ્યોગપતિ આર. ડી. વરસાણી (એપ્કો બિલ્ડર્સ)ના સુપુત્ર મયુર વરસાણી, ગુરુકુલના ટ્રસ્ટી શ્રી નવિનભાઇ દવે, ભૂતપૂર્વ હાઈકોર્ટ જસ્ટિસશ્રી ઢોલરીયા સાહેબ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
The inauguration ceremony held in the presence of Param Pujya Guruvarya Shree Madhavpriyadasji Swami and Param Pujya Sadguru Shree Balakrishnadasji Swami was graced by many dignitaries.
Chief Principal Secretary of Chief Minister’s Office of Gujarat Mr. K. Kailashanathan, Ahmedabad Municipal Commissioner Shree M. Thennarson, the main donors of the Holistic Hospital were Shree Harshadbhai Patel and Shree Ghanshyambhai Patel (Swami Parivar, Botswana), a legendary businessman from Nairobi and the creator of K. Super Specialty Hospital in Bhuj – Mr. K. Varsani and Mr. Mayur Varsani, son of Nairobi’s legendary businessman R. D. Varsani (Apco Builders), Gurukul Trustee Shree Navinbhai Dave, former High Court Justice Shree Dholriya Sir, etc. were present.
પ્રારંભે ડૉ. સાગર બેટાઈએ MRI મશીનનો પરિચય આપતા જણાવ્યું હતું કે, ‘અહીં તૈયાર થયેલ MRI લેબમાં મુકવામાં આવેલું સિગ્મા પ્રાઈમ મશીન ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક મશીન છે. આ મશીન દ્વારા હૃદય, કરોડરજ્જુ, સ્નાયુ, શરીરના વિવિધ સાંધા વગેરેમાં ઉદ્ભવતા રોગોનું સચોટ નિદાન મેળવી શકાય છે. ખાસ કરીને આ મશીન દ્વારા ન્યુરોસર્જરી ખૂબ સરળ રહેશે.’
Initially, Introducing the MRI machine, Dr. Sagar Betai said, ‘The Sigma Prime machine installed in the MRI lab prepared here is the first state-of-the-art machine in Gujarat. Accurate diagnosis of diseases arising in the heart, spine, muscle, various joints of the body, etc. can be obtained through this machine. Neurosurgery will be very easy, especially with this machine.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. થેન્નારસને સંસ્થાના સેવાકાર્યને બીરદાવ્યું હતું અને હોલિસ્ટિક હોસ્પિટલની સેવાપદ્ધતિને અભિનંદન પાઠવ્યા હતા.
Ahmedabad Municipal Commissioner Shree M. Thennarsan lauded the various services of the institute and congratulated the service system of Holistic Hospital.
ગુરુકુલના વહીવટી વડા પુરાણી શ્રીબાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ‘આ MRI મશીનને લીધે અમને હજારો દર્દી નારાયણની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થશે.’
Pujya Purani Shree Balkrishnadasji Swami, administrative head of the Gurukul, said, “This MRI machine will enable us to serve thousands of patients.”
શ્રી કે. કૈલાસનાથને જણાવ્યું હતું કે ‘આ સંસ્થાના પરિચયમાં છેલ્લા ૨૦ વર્ષથી છું. સંસ્થા દ્વારા થઈ રહેલા સેવાકાર્યો અનેક લોકોને પ્રેરણા આપે એવા છે. SGVP અનોખું કેમ્પસ છે, અહીં હેલ્થ, એજ્યુકેશન અને અધ્યાત્મ સાથે વણાયેલા છે. અનેક ક્ષેત્રે સેવા કરી રહેલી સંસ્થાના કાર્યને હું ખૂબ અભિનંદન પાઠવું છું.’
Shree K. Kailasanathan said that I have been familiar with this organization for the last 20 years. The social services done by the organization inspire many people. SGVP is a unique campus, where health, education, and spirituality are intertwined. I highly congratulate the work of the organization which is serving in many fields.’
પૂજ્ય સ્વામીજીએ પોતાના હૃદયની વાત કરતા જણાવ્યું હતું કે, ‘SGVP હોલિસ્ટીક હોસ્પિટલને જે યશ મળી રહ્યો છે, એ યશના ભાગીદાર હોલિસ્ટીક હોસ્પિટલમાં નિષ્ઠાથી સેવા બજાવનાર ડોક્ટરો, વૈદ્યો, યોગ વિભાગ અને નાનામાં નાના કાર્યકર્તાઓ છે. આ જ કાર્યકર્તાઓએ કોરોના કાળમાં જાતને જોખમમાં મૂકીને આશરે ચાર હજાર માનવ જીવનને બચાવી લીધા હતા.’
Speaking from his heart, Swami Shree Madhavapriyadasji said, “The success that SGVP Holistic Hospital is getting, the partners of success are the doctors, physicians, yoga department, and the smallest workers who are serving with devotion in the holistic hospital. These same workers saved around four thousand human lives by putting themselves in danger during the Corona period.
‘અમને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની શિક્ષા છે કે, દર્દીને દર્દીનારાયણ માનવા, દરિદ્રને દરિદ્રનારાયણ માનવા. સર્વમાં રહેલા ભગવાન આપણી સેવાનો સ્વીકાર કરે એ આપણા સદ્ભાગ્ય છે.’
We have the training from Gurudev Shastriji Maharaj, to consider the patient as DardiNarayan, the poor as the DaridraNarayan. It is our good fortune that God in al,l accepts our service.’
હોલિસ્ટીક શબ્દને સમજાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘આપણું શરીર માત્ર પંચ ભૂતનું બનેલું પિંજરું નથી, એ શરીરમાં પ્રાણ, મન, બુદ્ધિ અને ચેતના છે, જેને આપણા વેદો પંચકોષ કહે છે. આપણી ચિકિત્સા પદ્ધતિ આ પાંચેયને પ્રફુલ્લીત કરનારી હોવી જોઈએ.’
Explaining the term holistic, Swamishree said, ‘Our body, which is made of Pancha Bhutas, besides it, there are Prana, maan, Buddhi, and chetana, to which our Vedas call Panchakosha. Our treatment system should promote all these five.’
‘અહીંના આ પરિસરના વૃક્ષોની હરિયાળી, જાતજાતના પંખીઓ, નાના નાના કુંડોમાં ખીલેલા કમળો, બગીચાના પુષ્પો, યજ્ઞશાળામાંથી ઉઠતી ધૂમ્રસેરો અને વેદમંત્રોના ઘોષ, ગીર વંશની દેશી ગાયોનું પૂજન અને સાત્ત્વિક આહાર આ હોસ્પિટલને ખરા અર્થમાં હોલિસ્ટીક બનાવે છે.’
In the premises, the greenery of the trees, many kinds of birds, lotus blossomed in small ponds, garden flowers, smoke rising from the Yajnashala and chanting of Veda mantras, worship of the cows of the Gir lineage, and sattvic food make this hospital truly holistic.’
આ પ્રસંગે રત્નમણિ ગ્રુપ તરફથી હોલિસ્ટીક હોસ્પિટલને મેડિકલ સાધનોથી સજ્જ મેડીકલવાન(એમ્બ્યુલન્સ) અર્પણ કરવામાં આવી હતી. રત્નમણિ ગ્રુપના પ્રતિનિધિ તરીકે શ્રી જગતભાઈ કિનખાબવાલા ઉપસ્થિત રહ્યા હતા.
On this occasion, an ambulance equipped with medical equipment was presented to Holistic Hospital from Ratnamani Group. Mr. Jagatbhai Kinkhabwala was present as the representative of Ratnamani Group.
જગતભાઈનો પંખીઓ પ્રત્યે અને એમાં પણ ચકલાઓ પ્રત્યેનો પ્રેમ અસાધારણ છે, એને લીધે તેઓ સ્પેરોમેન તરીકે પ્રસિદ્ધ છે. અત્યાર સુધીમાં એમણે હજારો ચકલાઓને બચાવ્યા છે, પાળ્યા છે, પોષ્યા છે.
Jagatbhai’s love for birds and especially for sparrows is extraordinary, due to which he is famous as Sparrowman. So far, he has saved, fostered, and nurtured thousands of chicks.
આ પ્રસંગે રત્નમણિ ગ્રુપના જગતભાઈ તેમજ હોલિસ્ટીક હોસ્પિટલના મુખ્ય દાતાશ્રીઓ તેમજ એમના પરિવારના બહેનોનું બહુમાન કરવામાં આવ્યું હતું.
Jagatbhai of Ratnamani Group and the main donors of Holistic Hospital and their families were honored on this occasion.
આ પ્રસંગે હોલિસ્ટીક હોસ્પિટલના યોગ, આયુર્વેદ, એલોપથી આ ત્રણેય વિભાગોમાં સેવા આપનારા ડોક્ટર્સ, વૈદ્યો તથા અમદાવાદના નામાંકિત ડોક્ટરો તેમજ ભાવિક ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્વામીશ્રી ભક્તવત્સલદાસજીના માર્ગદર્શન નીચે સંતો અને સ્વયંસેવકોની ઉત્સાહભરી અપૂર્વ સેવાથી આ કાર્યક્રમ ભારે પ્રેરક અને સફળ રહ્યો હતો.
On this occasion, doctors and Vaidyas, who served in these three departments of Yoga, Ayurveda, and Allopathy of the Holistic Hospital, renowned doctors of Ahmedabad, as well as devotees were present.
The program was highly motivating and successful due to the enthusiastic and unwavering service of the saints and volunteers under the guidance of Swami Shree Bhaktavatsaldasji Swami.