Photo Gallery
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ SGVP દ્વારા, ગુરુવર્ય પૂજ્ચ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી માર્ગદર્શન સાથે વરસ દરમ્યાન વિવિધ ધાર્મિક ઉત્સવો, સામાજિક સેવા કાર્યો થતા હોય છે.
વૈષ્ણવી પરંપરા પ્રમાણે ભગવાનને ઋતુ ઋતુ પ્રમાણે ફળો ધરવામાં આવતા હોય છે. તે પરંપરા પ્રમાણે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ – અમદાવાદ મેમનગર ખાતે, પવિત્ર રથયાત્રાના પુનિત પર્વે અને અર્વાચીન સમયમાં પ્રાચીન ગુરુકુલ પરંપરાના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના ૧૨૦મી જન્મ જયંતીના પવન દિને પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ૭૨૦૦ કિલો ખારેક અને જાંબુનો ફલકૂટ ઠાકોરજીને ધરવામાં આવ્યો હતો.
તમામ ખારેક કચ્છના હરિભકતો ભારાસરના લક્ષ્મણભાઇ વરસાણી, કાનજીભાઇ હિરાણી અને ખીમજીભાઇ વરસાણી તરફથી સેવામાં આવેલ. પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ઠાકોરજીની આરતિ ઉતારી દર્શન ખુ્લ્લા મૂક્યા હતા. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના ૧૨૦મી જન્મ જયંતી દિન નિમિત્તે એક કલાક અખંડ ધૂન રાખવામા આવી હતી.
ખારેક અને જાંબુનો તમામ પ્રસાદ ગરીબો અને બાળકોમાં વહેંચવામાં આવ્યો હતો.