Photo Gallery
Based on Pujya Guruvarya Shastri Shree Madhavpriyadasji Swami’s inspiration and in the presence of Pujya Purani Shree Balakrishna Swami, on 27th August, 2019 at the SGVP campus Gurukul Parivar had celebrated a bicentennial celebration of Gujarat’s well known poet Shree Dalpatram, who had a brief glance of Bhagwan Swaminarayan at a very young age and who wrote one of the voluminous scriptures called Harililamrut in The Swaminarayan Sampraday and presented to his religious master Acharya Maharaj Shree Viharilalji Maharaj of Vadtal diocese.
This auspicious occasion was started by lighting lamps by Pujya Guruvarya Madhavpriydasji Swami as well as invited guests like Dr Satishbhai Vyas, Dr Vinodbhai Joshi, Dr Manilal Patel and Chiragbhai Tripathi. Pujya Swamiji blessed these invited guests by offering a shawl.
Dr. Ashwinbhai Andani and Nisargbhai Ahir gave a brief introduction on Shree Dalpatram.
On this occasion Satishbhai Vyas expressed his feelings by saying how our minds subdue in saintly feelings the minute we enter the SGVP campus. He further explained that Shree Dalpatram was one of the greatest poets of modern Gujarati literature. Though he was an orthodox in his approach but he devoted his life to eradicate unnecessary superstitions from the society by writing innumerable poetries. He opposed superstitions prevalent at the time in Shukan and Muhurat and served the Gujarati literature in an immense way.
Dr. Vinodbhai Joshi explained Shree Dalpatram’s contribution in the Swaminarayan Sampraday by giving value based poetries. He quoted an example of poetry called “Sharnaivalo”in the Manahar Chhand, which amuses us.
Dr. Manilalbhai Bhatt said Shree Dalpatram’s contribution to literary essay is quite remarkable. He gave a few entertaining, patriotic and scriptural essays such as Bhutpret, Gnati, Mithyabhiman, Balvivah etc.
Chiragbhai Tripathi enumerated in his entertaining way some of the classics of Shree Dalpatram such as Whether to go abroad, Jivram Bhatt going to his in-laws, Kanku maa and old woman etc.
On this occasion, Pujya Swamiji said Shree Dalpatram was fully engrossed into Swaminarayan Satsang. His poetries are based on five vows of Sampraday. He served the Sampraday immensely by compiling the Harililamrut scripture.
Pujya Swamiji also stated some of the Satsang related life episodes of Dalpatram such as his experience in Muli festival, episode related to Diksha Guru Bhumanand Swami, episode related to Madhav Baug and so on. Swami felicitated Dr. Ashwinbhai Andani, Shree Nisargbhai Ahir and Shree Kishorbhai Joshi who conducted this session.
On this occasion guests such as Harshadbhai Trivedi, Kiritbhai Dudhat, Kishorsinhji Solanki, Raghavjibhai Madhad, Pratapsinhji Dabhi, Padmashree Jorawarsinhji Jadhav, Singer Arvindbhai Barot, Shree Dalpatram’s family and Poet Nanhalal’s daughter in law Shree Pushpaben was present.
જેમણે નાનપણમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કર્યા કે જે એના દિલમાં કાયમ માટે વસી ગયા. મુળીમાં મહાન સંત દેવાનંદ સ્વામી પાસેથી કાવ્ય દીક્ષા અને સદ્ ગુરુ ભૂમાનંદ સ્વામી પાસેથી ધર્મ દીક્ષા મેળવી, વિશાળકાય હરિલીલીમૃત ગ્રન્થ રચી પોતાના ધર્મગુરુ વિહારીલાલજીમહારાજને અર્પણ કર્યો, તેમજ ગુજરાતી અર્વાચીન સાહિત્યના મહાન સર્જક એવા કવીશ્વર દલપતરામનો દ્વિશતાબ્દી સાહિત્ય મહોત્સવ SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ છારોડી ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે દીપ પ્રાગટ્ય બાદ દલપતરામ દ્વિશતાબ્દી સાહિત્યોત્સવના મુખ્ય વકતા ડૉ. સતીશભાઇ વ્યાસ, ડૉ. વિનોદભાઇ જોષી, ડૉ. મણિલાલ પટેલ અને શ્રી ચિરાગભાઇ ત્રિપાઠીનું પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ શાલ ઓઢાડી સ્વાગત કર્યુ હતું.
કાર્યક્રમની શરુઆતે ડૉ. અશ્વિનભાઇ આણદાણી અને નિસર્ગભાઇ આહિરે કવીશ્વર દલપતરામનો ટૂંકમાં પરિચય આપ્યો હતો. આ પ્રસંગે ડૉ. સતીશભાઇ વ્યાસે જણાવ્યું હતુ કે, આ સંસ્થામાં પગ મૂકતાજ મન સાધુતામાં પરિવર્તન થઇ ગયું. ખરેખર દલપતરામ કવિ અર્વાચીન ગુજરાતી સાહિત્યના મહાન સર્જક છે. પોતે રુઢિચુસ્ત હોવા છતા સમાજમાં પ્રવર્તતા કુરિવાજોને દૂર કરવા પોતાના કાવ્ય દ્વારા ખૂબ જ પ્રયાસ કરેલ છે. તેઓ ખોટા વહેમમાંથી બહાર આવી શુકન અને મુહુર્તનો વિરોધ કર્યો છે. તેઓએ વિનમ્ર ભાવે ગુજરાતી સાહિત્યની મહાન સેવા કરી છે.
ડૉ. વિનોદભાઇ જોષીએ જણાવ્યું હતુ કે, કવિશ્વર દલપતરામે સ્વામિનારાયણના મૂળ સિદ્ધાંતો અને મૂલ્યોને ધ્યાનમાં રાખીને કાવ્યો રચેલ છે. તેઓના મનહર છંદમાં લખેલ ‘શરણાઇ વાળો’ વગેરે કાવ્યો મનને રંજન કરે છે. તેમના કાવ્યો સમાજને નવી દિશા આપે છે.
ડૉ. મણિલાલભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે કવિ દલપતરામ ગુજરાતી ગદ્ય સાહિત્યના મહાન ઘડવૈયા છે. તેઓેએ તાત્કાલિન સમાજની નાડ પારખીને ગદ્યમાં કરેલી રચનાઓ જેવી કે ભૂતપ્રેત, જ્ઞાતિ, મિથ્યાભિમાન, બાળવિવાહ વગેરે સમાજોપયોગી નિબંધો સમાજને દિવાદાંડી રુપ છે. તેમના ગદ્ય નિબંધો લોકરંજક, દેશભક્તિ અને શાસ્ત્રોના અવતરણ સાથેના છે.
શ્રી ચિરાગભાઇ ત્રિપાઠીએ વિલાયત જવું કે નહી તે અંગેનો સંવાદ, જીવરામ ભટ્ટ પોતાના સાસરે જાય છે તે પ્રસંગ, કંકુમા અને ડોશીનો પ્રસંગ વગેરે પ્રસંગોનું વર્ણન કરી સભાને હાસ્યસભર મનોરંજન પુરુ પાડ્યું હતુ.
આ પ્રસંગે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતુ કે કવિશ્વર દલપતરામનુ સમગ્ર જીવન સ્વામિનારાયણ સંપ્રદાયથી રંગાઇ ગયું હતું. તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયનો શિરમોડ હરિલીલામૃત ગ્રન્થ કરીને સંપ્રદાયની ખૂબજ મોટી સેવા કરી છે. તેમના કાવ્યો સ્વામિનારાયણ સંપ્રદાયના પાંચ વર્તમાન આધારિત કાવ્યો છે.
પૂજ્ય સ્વામીજીએ દલપતરામનો મુળી સમૈયાનો પ્રસંગ, દિક્ષા ગુરુ ભૂમાનંદ સ્વામીનો પ્રસંગ અને મુંબઇ માધવબાગનો પ્રસંગ, વગેરેનું સુંદર રીતે વર્ણન કર્યું હતુ. પૂજ્ય સ્વામીજીએ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંકલન કરનાર ડૉ. અશ્વિનભાઇ આણદાણી અને નિસર્ગભાઇ આહીર અને કિશોરભાઇ જોષીનું બહુમાન કર્યુ હતું.
આ પ્રસંગે હર્ષદભાઇ ત્રિવેદી, કિરીટભાઇ દુધાત, કિશોરસિંહજી સોલંકી, રાઘવજીભાઇ માધડ, પ્રતાપસિંહજી ડાભી, પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવ, ગાયક અરવિંદભાઇ બારોટ, કવિ દલપત પરિવાર તેમજ કવિ નાનાલાલના પુત્રવધૂ શ્રી પૂષ્પાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા.