Photo Gallery
જન્માષ્ટમીની શુભ રાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ, મેમનગર ખાતે પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીના સાનિધ્યમાં જન્માષ્ટમીનો મહોત્સવ, કીર્તન અને રાસની રમઝટ સાથે ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો હતો.
કલાત્મક હિંડોળા અને પારણામાં ઝુલતા બાલસ્વરુપ શ્રી કૃષ્ણ ભગવાન-ઘનશ્યામ મહારાજની આરતિ ઉતારી, દર્શન ખુલ્લા મૂક્યા ત્યારે હજારો દર્શનાર્થીઓએ ભગવાન શ્રી કૃષ્ણના જયનાદ સાથે ‘નંદઘેર આનંદ ભયો’નો ઉદઘોષ કર્યો હતો.
તરત જ નંદબાબા પોતાના વહાલસોયા બાળ કૃષ્ણને ટોપલામાં પધરાવી સ્ટેજ પર આવતા સદ્ગુરુ સંતોએ બાલ પ્રભુનું પૂજન કર્યું હતું. ગોપ બાળકોના મટકી ફોડ સાથે, ભક્તજનો, વિદ્યાર્થીઓ અને સંતોએ રાસની રમઝટ બોલાવી હતી.
પરમપૂજ્ય સદ્ગુરુ શ્રી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદબોધનમાં જન્માષ્ટમીનો મહિમા સમજાવ્યો હતો.