જન્માષ્ટમી મહોત્સવ, વાવડી રાજકોટ
રાજકોટમાં છેલ્લા ૨૯ વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીના દિવસે ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
તે મુજબ આ વર્ષે ૨૬ ઑગસ્ટ, ૨૦૨૪ જન્માષ્ટમીના શુભ દિને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ મેમનગરથી આમંત્રિત પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે ધ્વજારોહણ કર્યા બાદ શોભાયાત્રા ને લીલી જંડી આપવામાં આવેલી હતી. આ પ્રસંગે રાજકોટના સાંસદ શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, શ્રી વલ્લભભાઈ કથીરિયા, શ્રી રાજાભાઈ જાડેજા તથા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
વાવડી ખાતે રીબડા ગુરુકુળના સંચાલક શાસ્ત્રી શ્રી ધર્મ વત્સલદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં જન્માષ્ટમી ઉત્સવનું આયોજન થયું હતું. રીબડા ગુરુકુળ અને વાવડી ગુરુકુળના યુવકોએ મટકી ફોડનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. અંતમાં બહેનો અને ભાઈઓએ રાસની રમઝટ બોલાવી હતી.