Photo Gallery
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી રીબડા ખાતે, પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અને શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે, વર્ષ દરમ્યાન વિવિધ ધાર્મિક, સામાજિક સેવા કાર્યો થતા હોય છે.
જેમાં આમ્રકુટોત્સવ, અનાથાશ્રમમાં ગરીબોને સહાય, દિવ્યાંગ બાળકોને સહાય, ગ્રામ્ય વિસ્તારની શાળાઓના બાળકોને શિક્ષણ કીટ અર્પણ, ગાયોની સેવા, વગેરે સેવા પ્રવૃતિ થતી હોય છે.
વૈષ્ણવી પરંપરા પ્રમાણે ભગવાનને ઋતુ ઋતુ પ્રમાણે ફળો ધરવામાં આવતા હોય છે. તે પરંપરા પ્રમાણે તા. ૧૬ જૂન, ૨૦૨૧ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી, રીબડા – રાજકોટ ૫૦૦ કિલો જાંબુનો ફલકુટ શ્રી ઘનશ્યામ મહારાજને ધરવામાં આવ્યો હતો.
આ જાંબુ વંથલી સોરઠ, સરધાર, કોલીથડ, ગુંદાસરા, રીબ, વગેરે ગામોમાંથી આવ્યા હતા.
પ્રસાદના તમામ જાંબુ ખેતરમાં કામ કરતાં કર્મચારીઓ, બાળકો અને ગરીબોને વહેંચવામાં આવ્યા હતા.