Photo Gallery
પરિવર્તીની એકાદશી એટલે ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં પોઢેલા ભગવાન નારાયણ પડખું ફેરવે છે. ભક્તો માટે ભગવાનની એક એક ક્રિયા ઉત્સવ સમાન હોય છે. ભગવાનની આ નાની ક્રિયાને પણ ભક્તો ભગવાનને જળમાં ઝીલાવી ઉત્સવ ઉજવે છે.
પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી તથા પૂજ્ય ધર્મપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-જ્યોર્જિયા ખાતે કેમ્પસમાં જ આવેલા વિશાળ સરોવરમાં ભગવાનને જળવિહાર કરાવાયો હતો.
ઉત્સવના પ્રારંભે ભગવાનનો અભિષેક થયો હતો. ત્યાર બાદ પૂજ્ય સર્વમંગલદાસજી સ્વામીને જળઝીલણી એકાદશીનો તથા ઉત્સવનો મહિમા સમજાવ્યો હતો. ઉત્સવ દરમિયાન નૌકાવિહાર સાથે ભગવાનની ચાર આરતી કરી થાળ ધરાવવામાં આવ્યા હતા.