Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Jal Zilani Mahotsav Droneshwar

જળઝીલણી મહોત્સવ, એસજીવીપી દ્રોણેશ્વર

ભાદરવા સુદ એકાદશી એટલે પરિવર્તીની એકાદશી, ક્ષીરસાગરમાં પોઢેલા ભગવાન શ્રી નારાયણને જળમાં ઝીલાવવાનો મહોત્સવ.

આગામી શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામ ઉપક્રમે, પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની મંગળ પ્રેરણાથી, પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના પાવન સાનિધ્યમાં, નંદ સંતોના વિચરણથી પાવન બનેલ લીલા નાઘેર પ્રદેશમાં, પુરાણ પ્રસિદ્ધ શ્રી દ્રોણેશ્વર મહાદેવના સાનિધ્યમાં, SGVP ગુરુકુલ દ્રોણેશ્વર દ્વારા તા. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ ઋષિતોયા મચ્છુન્દ્રી નદીના કિનારે, જળઝીલણી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

જળઝીલણી મહોત્સવના અનુસંધાને સંતોએ જૂનાગઢ, અમરેલી જિલ્લાના ગામડાઓમાં વિચરણ કરી સફાઈ અભિયાન અંતર્ગત સ્થાનિક વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે મળી ગામમાં સફાઈ કરી હતી.

પ્રારંભમાં ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે વિવિધ ઇન-ડોર આઉટ-ડોર રમત-ગમત પ્રવૃત્તિઓના વિકાસ માટે યજમાનોની ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે સૂર્યા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો શીલાન્યાસ વિધિ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ ગુરુકુલ અને આસપાસના ગામોમાંથી શોભાયાત્રા સાથે સંતો અને હરિભક્તો મચ્છુન્દ્રી નદીને કાંઠે પધાર્યા હતા. શ્રી નીલકંઠ વર્ણીના અભિષેક બાદ ઠાકોરજીને હોડીમાં પધરાવી નદીમાં વિહાર કરાવવામાં આવ્યો હતો.

ચાર આરતી દરમ્યાન મહાનુભાવોના પ્રાસંગિક પ્રવચનો અને વિદ્યાર્થીઓના વિવિધ રાસ સાથે ભક્તજનોએ ઉત્સવ માણ્યો હતો.

પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ આગામી વડતાલધામના દ્વિશતાબ્દી મહોત્સવમાં ઉત્સાહથી જોડાવાની ભલામણ કરી હતી. પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોનિક માધ્યમથી ઉપસ્થિત સર્વેને આશીર્વાદ પાઠવ્યા હતા.

Achieved

Category

Tags