Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Jal Zilani Mahotsav – Droneshwar

With the inspiration of Sadguruvarya Shastri shree Madhavpriyadasji Swami, in the holy presence of Purani Swami Shree Bhaktiprakashdasji Swami and under the guidance of Purani Shree Balkrishnadasji Swami, celebration of Jalzilani Mahotsav was carried out in great devotional fervor in the presence of thousands of devotees & dignitaries from nearby villages and towns of Nagher region on the auspicious day of JalZilani Ekadashi, 20 Sep 2018 at Gurukul Droneshwar.
Event was full of pleasure and joy with sailing of Thakorji in the River Machchhunri, four Aarati, various cultural programmes presented by students of Gurukul Droneshwar, blessings of Sadguru Saints and Prasad.
Pujya Swamiji also addressed and blessed the event with audio-visual medium from Satsang tour of USA.

This spiritual event was also adorned with the social activities of Cleanliness campaign & addict free movement. With the inspiration of Pujya Swamiji. saints of SGVP Gurukul Parivar visited many villages of Amreli, Junagadh, Gir Somnath district and participated in cleaning the villages and encouraged students & villagers to keep surroundings clean and hygiene.
સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મચ્છુન્દ્રી નદીને કિનારે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના  સાનિધ્યમાં દ્રોણેશ્વર ગુરુકુલના પરિસરમાં જલઝીલણી મહોત્સવ ઉજવાયો હતો. 
આ પ્રસંગે ઉના, ફાટસર, ઇંટવાયા, ખીલાવડ, દ્રોણ, અંબાડા, વડવીયાળા, ઝરગલી, ગીર ગઢડા, મોતીસર, વડલી નવા-જુના ઉગલા, વગેરે ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા.શરુઆતમાં દ્રોણેશ્વર ગુરુકુલથી ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ગુરુકુલ શાળાના વિદ્યાર્થીઓ  રાસ, લેઝીમ અને નૃત્ય સાથે જોડાયા હતા..સાંખ્યયોગી બહેનો દ્વારા પ્રથમ આરતી બાદ ઠાકોરજીને હોડીમાં પધરાવી જળયાત્રા જળવિહાર કરવામાં આવ્યો હતો.પુરાણી સ્વામિ શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ મચ્છુન્દ્રી ગંગાનું પૂજન કરી ઠાકોરજીને હોડીમાં પધરાવી જળમાં ઝીલાવ્યા  હતા.

આ પ્રસંગે વિદેશ વિચરણ કરી રહેલ પૂજ્ય સ્વામીજીએ ટેલિફોનથી આશિર્વાદ આપતા જણાવ્યુ હતું કે સતી, શૂરા, સિંહ અને સંતોના નિવાસથી અનેરી ભાત પડનારો પ્રદેશ એટલે નાધેર-બાબરિયાવાડ. શા.ધર્મજીવનદાસજી સ્વામી,પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા જોગી સ્વામીએ આ નાઘેર પ્રદેશના ગામડે ગામડે ફરી ફરીને સત્સંગને નવપલ્લવિત રાખેલ છે.
નોળિયો અને સર્પની વાત કરતા સ્વામીએ જણાવેલ કે આ સંસારમા સતત સર્પના દંશ લાગતા હોય છે. સંસારનું ઝેર ઉતારવા માટે સતત સંતોના ચરણમાં રહેવું જરૂરી છે.ગુરુકુલના સંતોએ ગામડે ગામડે ફરી સ્વચ્છતા અભિયાન ચલાવ્યું તે જાણી અત્યંત આનંદ થયો છે. આપણા ગામ, શેરી અને ઘર આભલા જેવા ચોખ્ખા હોવા જોઇએ.
આ પ્રસંગે પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યુ હતું કે ઉત્સવ પરંપરા જીવનમાં સદાચાર, પ્રેમ અને ભક્તિની નિર્મળ ભાવનાઓને પ્રગટાવે છે. પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ આશીર્વાદ આપતા જળઝીલણીં મહોત્સવનો મહિમા સમજાવ્યો હતો અને નવા વર્ષના કેલેંડરનું ઉદ્ઘાટન કર્યુ હતું.આ પ્રસંગે દ્રોણેશ્વર ગુરુકુલના વિદ્યાર્થીઓએ સભામાં યોગ, રાસ, પરેડ અને નૃત્યના પ્રયોગો કર્યા હતા.
 

 

 

Achieved

Category

Tags