આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવ, ઋષિકેશ ૦૫ માર્ચ ૨૦૧૪
ઉત્તરાખંડ સરકાર અને ઋષિકેશના પ્રસિદ્ધ પરમાર્થ નિકેતન આશ્રમ દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવમાં આયોજકોના આમંત્રણથી સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી પરમાર્થ નિકેતન, ઋષિકેશ માં પધાર્યા હતાં.
વિશ્વના ચાલીસેક દેશોમાંથી એકત્રિત થયેલા યોગ સાધકો, યોગ જીજ્ઞાસુઓ અને યોગ વિદ્વાનોની વિશાળ સભામાં પૂજ્ય સ્વામીજીએ ‘દૈનિક જીવનમાં યોગનું મહત્વ’ એ વિષય ઉપર માનનીય પ્રવચન આપ્યું હતું અને પ્રશ્નોત્તરી કરીને સૌને સંતોષ પમાડ્યા હતાં.
ઉત્તરાખંડ સરકાર દ્વારા આયોજીત યોગ કેમ્પ માં પણ પૂજ્ય સ્વામીજીએ ઉપસ્થિત રહી યોગ જીજ્ઞાસુઓની જીજ્ઞાસાને સંતોષી હતી.
પરમાર્થ નિકેતનના અધ્યક્ષ શ્રી ચિદાનંદ સરસ્વતીજી મહારાજ (પૂજ્ય મુનિજી) અને આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવ ના આયોજક સ્વામી શ્રી વિશુધ્ધાત્માનંદજી તથા અન્ય સંત મહાનુભાવોએ પૂજ્ય સ્વામીજીનું ભાવભીનું સ્વાગત કરી સન્માન કર્યું હતું.
Picture Gallery