Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

International Yoga Day – 2019

Photo Gallery

યોગ એ સંપૂર્ણ વ્યાયામ છે. નિયમિત રીતે યોગાસન અને પ્રાણાયામના અભ્યાસથી શારીરિક સ્વાસ્થ્ય સુદ્રઢ થાય જ છે સાથે સાથે  મન, બુદ્ધિ અને ચિત્તની પણ શુદ્ધિ થાય છે. દિવસભરમાં આપણું મન અનેક કાર્યોમાં રત હોય છે ત્યારે થોડો જ સમય તેને સ્થિર કરી ભગવાનમાં જોડીએ તો શાંતિ થાય છે. યોગ કરવાથી મન શાંત થાય છે. શાંત મનથી સકારાત્મક ઉર્જા વિકસિત થાય છે, પ્રકૃતિ અને પરમ શક્તિ સાથે તાદાત્મ્ય વધે છે અને સાંપ્રત સમયના ડિપ્રેશન, ટેન્શન, હતાશા, જેવા માનસિક દૂષણો અને શારીરિક રોગોથી બચી શકાય છે. યોગનો હેતુ જ વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરી પરમ શક્તિ પરમેશ્વરમાં જોડાવાનો છે.
નીરોગી સ્વાસ્થ્ય માટે વૈકલ્પિક ચિકિત્સા પધ્ધતિ તરીકે ભારતીય યોગનો સમગ્ર વિશ્વમાં સ્વીકાર થયો છે. જેના અનુસંધાને ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે.
સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ગુરુકુલ ખાતે, આંતરરાષ્ટ્રિય યોગ દિન ઉજવણી માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી હોસ્ટેલ, અમદાવાદ (મેમનગર) ગુરુકુલ અને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ૮૦૦ વિદ્યાર્થીઓ અને સંતોએ  વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર કર્યા હતા.
અંતમાં પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ જીવનમાં યોગ અને યોગ દિવસની ઉજવણીનું મહત્ત્વ સમજાવ્યું હતું.

Achieved

Category

Tags