Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Independence Day Celebration – Ladakh – 2019

Photo Gallery

At Leh (Ladakh) 73rd Independence Day was celebrated in the holy presence of HH Swami Shree Madhavpriyadasji as a special guest.  This occasion of the First Independence Day celebration of the UT of Ladakh was also honored by HH Bhikkhu Sanghasena ji  (Mahabodhi International Meditation Centre – MIMC), Ladakhi council chairman Phunchok Wangyal, Shree Ram Madhavji (BJP secretary, J&K), Shree Jamyang Tsering Namgyal  (BJP MP J&K), many army officers and other prominent leaders.

લેહ (લદ્દાખ) ખાતે ૧૫મી ઓગસ્ટે, ૭૩મી આઝાદીનું પર્વ ભારે ઉત્સાહથી ઉજવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિદાસજી સ્વામી  વિશેષ અતિથિ રુપમાં ભાગ લીધો હતો. પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં કાઉન્સીલના વડા માનનીય ફુન્ચોક વાંગ્યાલે ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં ત્રિરંગો લહેરાવ્યો હતો.
મહાબોધિ ઇન્ટરનેશન સ્કુલના અધ્યક્ષ માનનીય શ્રી સંઘસેનાજી, લદ્દાખ બીજેપી એમપી શ્રી હરો જામીયાંગ શેરીન તથા જ્મ્મુ કાશ્મીરનો હવાલો સંભાળનાર પ્રોમીનેન્ટ બીજેપી લીડર અને સેક્રેટરી શ્રી રામમાધવજી, લદ્દાખ કાઉન્સીલના સભ્યો, આર્મીના અનેક ઓફિસરો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં લદ્દાખની શાળાઓના બાળકોએ દેશભકિતના કાર્યક્રમો રજુ કર્યા હતા. તેમના પારંપારિક લદ્દાખી નૃ્ત્યો ભારે આકર્ષક હતા. સાથે સાથે લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થતા સર્વના હૈયામાં આનંદ સમાતો ન હતો.
આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાબોધિ ઇન્ટરનેશન સ્કુલના પ્રાંગણમાં પણ ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા લદ્દાખી કાઉન્સીલના વડા માનનીય શ્રી વાંગ્યાલ, પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને મહાબોધિ ઇન્ટરનેશન સ્કુલના અધ્યક્ષ માનનીય શ્રી સંઘસેનાજીના હસ્તે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો.
31 martyrs families were honored by HH Swamiji on behalf SGVP: 11 thousand ₹ were given to each family:  8 Kargil Heros who won Param Virchakra & Virchakra were, also honored by HH Swamiji in the presence of HH Bhikhu Sanghsenaji & Ladhakhi council chairman Honorable Phunchok Wangyal.

આ પ્રસંગે કારગીલ યુદ્ધમાં શહિદ થયેલા પરિવારોને SGVP ગુરુકુલ તરફથી સત્કારવાનો કાર્યક્મ યોજાયો હતો. જેમા SGVP ગુરુકુલ તરફથી ૩૧ જેટલા શહિદોના પરિવારોને ૧૧-૧૧ હજાર રુપિયાનો ચેક સત્કાર રુપે અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ વીરચક્ર વિજેતા તેમજ પરમવીર ચક્ર વિજેતા જવાનોનું બહુમાન કરવામાં આવ્યું હતું.
  આ પ્રસંગે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ ભૂમિને લાગેલ ૩૭૦ અને ૩૫એ ધારાનું ગ્રહણ સમાપ્ત થયું છે. આ ભૂમિમાં નવ સૂર્યોદય થયો છે. આ માટે આપણાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ તથા એમના સહયોગીઓને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. આ બંને નેતાઓ ગુજરાતની ધરતીના સંતાનો છે અને ભારતમાતાની સેવા કરી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે એમના નેતૃત્વમાં આ ઉપેક્ષિત વિસ્તારોનો ખૂબ જ વિકાસ થશે.
આ નવા સૂર્યોદય પ્રસંગે આઝાદીની પહેલી ઉજવણી થઇ રહી છે તેમાં અમને ભાગ લેવાનો અવસર મળ્યો છે તે અમારા માટે ગૌરવનો વિષય છે. અમારા જીવનનો આ ઐતિહાસિક દિવસ છે.
શહિદ પરિવારોની માતાઓેની અને બહેનોની વંદના કરતા સ્વામીજીએ જણાવેલ કે આપની કુરબાનીને બદલો વાળી શકાય તેમ નથી. આપના પરિવારના નવયુવાનોએ દેશ માટે બલિદાન આપી પોતાના નામ અમર કર્યા છે.
આ પ્રસંગે લદ્દાખી કાઉન્સીલના વડા માનનીય ફુન્ચોક વાગ્યાઓએ હ્રદયથી પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીનો આભાર માન્યો હતો અને જણાવ્યુ હતું કે આપે આટલા દૂરથી આવી આઝાદીના પર્વની ઉજવણીમાં ભાગ લીધો અને અમારા માટે આનંદની વાત છે. અહીં વસતા કારગીલના શહીદ પરિવારોને યાદ કરી એમનો સત્કાર કર્યો એ બદલ અમે આપના ઋણી છીએ.

Achieved

Category

Tags