Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Inauguration of Neuro-modulation @ SGVP Holistic Hospital – 2024

પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વિઝન અને પ્રેરણા સાથે તથા પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP- અમદાવાદ ખાતે પૂજ્યપાદ શ્રી જોગી સ્વામી SGVP હોલીસ્ટીક મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં નવી નવી ટેક્નોલોજી સાથેના અદ્યતન સાધનોનો સમાવેશ થતો જાય છે.

તા. ૧૫ જૂન, ૨૦૨૪ ના રોજ SGVP હોલિસ્ટિક હોસ્પિટલમાં RF એબ્લેશન અને AI- આધારિત બ્રેઈનલેબ ટેકનોલોજી ધરાવતા ગુજરાતના સૌપ્રથમ ન્યુરોમોડ્યુલેશન વિભાગનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આદરણીય મુખ્ય અતિથિ તરીકે શ્રી હર્ષદ કુમાર આર પટેલ, (IAS – અગ્ર સચિવ, જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ગુજરાત સરકાર), શ્રી જયદેવભાઇ સોનગરા (SGVP કેમ્પસ ડાયરેક્ટર, ડો. હિરેન કસવાળા (સી. ઓ. ઓ. SGVP હોલિસ્ટિક હોસ્પિટલ), ડો. સાગર બેટાઇ (ડાયરેક્ટર – ન્યુરોસાયન્સ વિભાગ), શ્રી પુલકીત પુરોહિત (કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન) ઉપરાંત અગ્રગણ્ય ડોક્ટર મિત્રોએ હાજરી આપી હતી .

SGVP હોલિસ્ટિક હોસ્પિટલના ન્યુરોમોડ્યુલેશન વિભાગ વિશે:

આ અદ્યતન સુવિધા રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન (RF એબ્લેશન) અને ડીપ બ્રેઈન સ્ટીમ્યુલેશન (DBS) જેવી અદ્યતન થેરાપીનો ઉપયોગ કરીને મૂવમેન્ટ ડિસઓર્ડરથી પીડાતા બાળકોથી લઇને પુખ્ત વયના તમામ દર્દિઓની સારવાર કરાશે.

મૂવમેન્ટ ડિસઓર્ડર્સ શું છે?

મૂવમેન્ટ ડિસઓર્ડર એ નર્વસ સિસ્ટમની ખામીયુક્ત સ્થિતિ છે જે વ્યક્તિની હિલચાલને અસર કરે છે, જેના કારણે હલનચલન વધે છે (સ્વૈચ્છિક અથવા અનૈચ્છિક) અથવા હલનચલન ઓછુ થાય છે. આમાં ધ્રુજારી, ડીયસ્ટોનિયા, ટાસ્ક સ્પેસિફિક ડીયસ્ટોનિયા અને પાર્કિન્સન રોગ જેવા પ્રકારો જોવા મળે છે.

ભારતમાં ન્યુરોમોડ્યુલેશનની જરૂરિયાત

ભારતમાં આશરે દશમાંથી એક વ્યક્તિ મૂવમેન્ટ ડિસઓર્ડરથી પીડાય છે, જેમાંથી ઘણાની સારવાર કરવામાં આવતી નથી અથવા તેમનો ખોટો ઈલાજ કરવામાં આવે છે. RF એબ્લેશન વિવિધ મૂવમેન્ટ ડિસઓર્ડરસ માટે છે, જેની લાંબા સમય સુધી ટ્રીટમેન્ટ ચાલતી હોય અને દવા અસર ન કરતી હોય. RF એબ્લેશન દવા-મુક્ત ઈલાજ આપે છે, જેમાં વારંવાર હોસ્પિટલની મુલાકાત લેવાની જરૂર નથી અને કાયમી ઉકેલ પૂરો પાડે છે. પુનઃસ્થાપિત કરે છે, દર્દીઓને સામાન્ય દૈનિક પ્રવૃત્તિઓ અને વ્યાવસાયિક કાર્યો, સ્વતંત્રતા અને ગૌરવ સાથે ફરી શરૂ કરી શકે છે.

RF એબ્લેશન પ્રક્રિયા:

RF એબ્લેશન સમસ્યા અને વિકૃતિઓ માટે જવાબદાર ચોક્કસ મગજ વિસ્તારોને લક્ષ્ય બનાવે છે. આ પ્રક્રિયા AI-આધારિત ન્યુરો-નેવિગેશન સિસ્ટમ, ‘બ્રેનલેબ’ ની સહાયથી નિષ્ક્રિય મગજના વિસ્તારને દૂર કરવા માટે ખોપરીના નાના છિદ્રમાંથી પસાર થતા પાતળા ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયામાં દર્દી જાગૃત અને આરામદાયક રહે છે, તાત્કાલિક લાભ/અસર અને કોઈ આડઅસર ન થાય એની ખાતરી આપે છે.

હવે કોઈપણ મૂવમેન્ટ ડિસઓર્ડરની સારવાર SGVP હોલિસ્ટિક હોસ્પિટલમાં કરાવવાથી દર્દીને ગુજરાતમાં સૌપ્રથમ અદ્યતન ટેકનોલોજી ‘AI-આધારિત ન્યુરો-નેવિગેશન સિસ્ટમ ‘બ્રેઇનલેબ’ અને સ્ટીરિયોટેક્ટિક ફ્રેમ’નો લાભ મળશે. જાપાનમાં પ્રશિક્ષિત થયેલ કુશળ સર્જનો ન્યુરોમોડ્યુલેશનમાં ચોકસાઇ સાથે શ્રેષ્ઠ સારવાર કરશે. આ સાથે સારવાર માટે ઓછી આવક ધરાવતા પરિવારોના 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે નાણાકીય સહાય મળશે.

ન્યુરોમોડ્યુલેશન વિભાગ માટે ડોકટરોની ટીમ:

• ડૉ. સાગર બેટાઈ: એમડી (મેડિસિન), ડીએમ ન્યુરોલોજી, કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ, ડિરેક્ટર:- ન્યુરોસાયન્સ વિભાગ.

• ડૉ. પુલકિત પુરોહિત: MS, M.Ch ન્યુરોસર્જરી, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન, સ્ટીરિયોટેક્ટિક અને ફંકશનલ ન્યુરોસર્જન.

Achieved

Category

Tags