શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP)ની શાખા રીબડા-રાજકોટ ખાતે પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા તથા માર્ગદર્શન સાથે, તા. ૨૯ મે થી ૦૭ જૂન, ૨૦૨૩ દરમ્યાન સપ્ત દિનાત્મક હોમાત્મક યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી ‘પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવ’ ઉપક્રમે આયોજીત આ અનુષ્ઠાનમાં સંતો, ભક્તો અને વિદ્યાર્થીઓએ દ્વારા ‘સ્વામિનારાયણ’ મહામંત્રથી ૧૫ લાખ આહુતિઓ આપવામાં આવી હતી.
યજ્ઞ અનુષ્ઠાન પૂર્ણાહુતિ પ્રસંગે સંતો સાથે સર્વે ભક્તજનો અવભૃથ સ્નાન માટે દ્વારિકા ગયા હતા. જ્યાં ભગવાન શ્રી દ્વારકાધીશને ધ્વજારોહણ, બ્રહ્મચોરાશી, ભાદરા- શેખપાટ- ખીરી તીર્થ દર્શન, ગૌ સેવા, ગોમતીજીમાં અવભૃથ સ્નાન,પૂજ્ય પુરાણી સ્વામિના અસ્થિવિસર્જન, સન્યાસીઓ માટે ભંડારો વગેરે આયોજનો પણ કરવામાં આવ્યા હતાં.