SGVP Gurukul Parivar paid the homage towards the martyrs of Pulwama terror attack and prayed for the victims and conveyed the deepest condolence, strength & courage to the families of Jawans.
Saints, students and devotees performed Dhoon as a prayer for the martyrs, victims and their family. And in the condolence assembly, Sadguruvrya Shastri Shree Madhavpriyadasji Swami, from Australia expressed deepest grief on the Pulwama Terror attack and prayed for the early recovery of victims. Also expressed the Sympathy towards the families of Jawans.
At Shree Swaminarayan Gurukul, Ahmedabad in the presence of Purani Shree Balkishnadasji Swami and Shree Bhupendrabhai Chudasama (Hon. Educational minister, Gujarat) over 1500 students and devotees observed silence with candle towards the martyrs & victims.
At branch Gurukuls, Droneshwar (Una) and Ribda (Rajkot) also saints, students and devotees paid Shraddhanjali – homage to martyrs.
Our Heartfelt Condolence to the Martyrs of Pulwama Attack.
Salute to the Bravehearts !
પુલવામા, જમ્મુ-કાશ્મીરના હુમલાના શહીદોને શ્રદ્ધાંજલી
સદગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુલ અમદાવાદ (મેમનગર) ખાતે પૂજય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને ગુજરાત રાજ્ય સરકાર વતી આદરણીય શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ ચુડાસમાની ઉપસ્થિતિમાં ૬૦ જેટલા સંતો તેમજ ૧૫૦૦ જેટલા ગુરુકુલ પરિવારના ભક્તજનો અને વિદ્યાર્થીઓ દ્વારા ધૂન-ભજન અને પ્રાર્થનાથી પુલવામા (જમ્મુ-કાશ્મીર) હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ઓસ્ટ્રેલીયાથી પૂજ્ય સ્વામીજીએ આ બર્બરતાભર્યા કૃત્યથી ઊંડું દુ:ખ વ્યક્ત કરતાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પતા ઘાયલ થયેલા જવાનોની જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી હતી. શાહિદ અને ઘાયલ જવાનોના પરિવારજનો પ્રતિ સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે સમગ્ર દેશ આ દુ:ખદ સમયે આપની સાથે છે.
પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી અને આદરણીય શ્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમાએ પણ શહીદો અને ઘાયલ જવાનો પ્રત્યે શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
SGVP ગુરુકુલ દ્રોણેશ્વરના ૧૨૦૦ છાત્રોએ પણ પુલવામા, જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનો પ્રત્યે પ્રાર્થના સાથે શ્રધ્ધાંજલિ અને ઘાયલ થયેલા જવાનો માટે પ્રાર્થના સાથે સંવેદના વ્યક્ત કરી હતી.
SGVP ગુરુકુલ રીબડા, રાજકોટ ખાતે પણ સંતો, વિદ્યાર્થીઓએ શાહિદ અને ઘાયલ થયેલા જવાનો અને તેમના પરિવાર જનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું.