Photo Gallery
For outstanding work in various spheres of society, Guruvarya Swami Shree Madhavpriyadasji honoured at houses of Lords, UK on 11 July 2019.
In his speech, Lord Jitesh Gadhiya (Hon. representative of House of Lords) said that Swamiji’s outstanding services in number of fields is well known since many years. Education, health, environment, sports, interfaith harmony are the areas of Swamiji’s kind services. He also extends his helping hands towards the poor and victims of natural disasters without seeing the cast or creed.
At this moment we took privilege to honour such high intentional humanitarian service with the – RECOGNITION FOR HUMANITARIAN SERVICES.
Swamiji dedicated this honour to Bhagawan Shree Swaminarayan, Gurudev Shastriji Maharaj and all supports of these benevolent services of Gurukul.
હાઉસ ઓફ લોડ્ર્સ – ઇંગ્લેન્ડમાં સ્વામી શ્રી માધવપ્રિયદાસજીનું સન્માન
હાઉસ ઓફ લોડ્ર્સ-ઇંગ્લેન્ડના સુપ્રસિદ્ધ લોર્ડ જીતેશ ગઢિયાના ભાવપૂર્ણ નિમંત્રણને માન આપી ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી ગ્રેઇટ બ્રિટેનના પાર્લામેન્ટ ભવનમાં આવેલ હાઉસ ઓફ લોડ્ર્સ ખાતે પધાર્યા હતા. અહીં સ્વામીજીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
સ્વામીશ્રીનું સન્માન કરતા હાઉસ ઓફ લોડ્ર્સના માનનીય પ્રતિનિધિ લોર્ડ શ્રી જીતેશ ગઢિયાએ જણાવ્યું કે, સ્વામીશ્રી સમગ્ર માનવજાતના હિત માટે SGVP ના માધ્યમથી શિક્ષણ, આરોગ્ય, રમત-ગમત, પર્યાવરણ સુરક્ષા, ગરીબી નિવારણ જેવા વિવિધ સેવાકાર્યો નિઃસ્વાર્થ ભાવે કરી રહ્યા છે.
આધ્યાત્મિક ઉત્થાન તેમજ વિવિધ ધર્મો વચ્ચે સમન્વય સાધવા માટે પણ સ્વામીશ્રી પ્રશંસનીય પ્રયાસ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચાલતા આ સેવાકાર્યોથી સેંકડો વ્યક્તિઓ પ્રભાવિત થયા છે.
‘આજથી એક વર્ષ પહેલા સ્વામીજીના દર્શનનું સૌભાગ્ય મળ્યું હતું ત્યારથી જ અમારા હૃદયમાં ‘હાઉસ ઓફ લોડ્ર્સ’ ખાતે સ્વામીજીનું વિશિષ્ટ સન્માન કરવાનો ભાવ હતો. આજે ‘રીકગ્નિશન ફોર હ્યુમેનિટેરીયન સર્વિસ’ સન્માન પત્ર અર્પણ કરી એ સંકલ્પ પૂર્ણ કરતા અમને આનંદ થાય છે.’
સન્માનના પ્રત્યુત્તરમાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘આપના હૃદયની ભાવનાનો અમે સ્વીકાર કરીએ છીએ પરંતુ આ સન્માન પત્ર અમે ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી અને ગુરુકુલની સેવા-પ્રવૃત્તિઓમાં તન-મન-ધનથી સહકાર આપનાર ભાઇ-બહેનોને અર્પણ કરીએ છીએ, આ સેવાકાર્યોમાં અમે માત્ર નિમિત્ત છીએ.’