Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Gurukul Premier League – GPL VII Opening Ceremony

SGVP Surya Sports academy organised a grand Cericket Tournament GPL – 7. On April2, 2017 tournament was inaugurated by Sadguruvarya Shree Shree Madhavpriydasji Swami, Hon. Shree Vijaybhai Rupani (CM, Gujarat State). Pujya Balkrishnadasji Swami & Dr. Ravibhai Trivedi.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા ગુજરાતની મોટામાં મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ GPL-7 નું આયોજન SGVP ખાતે કરવામાં આવેલ છે. ગુજરાત તેમજ ભારતભરની ૨૦૦ ઉપરાંત ક્રિકેટ ટીમની આ મેગા ક્રિકેટ ટુર્નામેન્ટમાં IPL તેમજ રણજી ટ્રોફીના નામાંકિત ક્રિકેટ ખેલાડીઓ સહિત ૩૦૦૦ ઉપરાંત રમતવીરો ભાગ લઇ રહ્યા છે.
    તા.૨ એપ્રિલ ૨૦૧૭ ના રોજ સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઇ રુપાણી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા ડૉ. રવિભાઈ ત્રિવેદીના હસ્તે એસજીવીપી ખાતે દિપ પ્રાગટ્ય કરી GPL-7 ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ધાટન કરવામાં આવેલ. શરુઆતમાં અમદાવાદ ગુરુકુલના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભકિતનું વંદન નૃત્ય રજુ કર્યું હતું.
   આ પ્રસંગે પૂજ્ય સ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાત અને રાષ્ટ્ર માટે નાનપણથીજ જીવન સમર્પિત કરનાર લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી અહીં એસજીવીપી ગુરુકુલમાં પધાર્યા છે ત્યારે ગુરુકુલ પરિવારવતી તેનું  હાર્દિક સ્વાગત છે. વિજયભાઇ તો ગુરુકુલના વાલી તેમજ ગુરુકુલ પરિવારના એક સભ્ય છે.
     ગુજરાત સરકારે જે ગૌહત્યા બંધ કરવાનો કાયદો કર્યો તે માટે ગુજરાત સરકારને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીને હાર્દિક અભિનંદન. તેમણે ગુજરાતના, ભારતભરના સંતોના અને ગૌમાતાના આશીર્વાદ મેળવેલ છે. ખરેખર વર્ષોની માંગ અને જરુરિયાત પુરી થઇ છે. ગાય માત્ર આસ્થાનો જ વિષય નથી, પણ ભારતીય અર્થ વ્યવસ્થાનો મોટો આધાર ગૌવંશ છે. આપણે અહીં જે મેદાનમાં બેઠા છીએ તે રમત ગમત ના મેદાનોને પણ અમે મંદિર માનીએ છીએ. બેટ-બોલ અને રમતના સાધનોને અમે પૂજાની સામગ્રી માનીએ છીએ.
     આજથી ૭૦ વરસ પહેલા ઉગતી આઝાદીના સમયમાં શાસ્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ રાષ્ટ્રના શ્રેષ્ઠ નાગરિકોના ઘડતર માટે ગુરુકુલોની સ્થાપના કરી છે. દેશના યુવાનનું શરીર સ્વસ્થ અને સુદ્રઢ હોવું જોઇએ. ગીતાજીનો કર્મયોગ, જ્ઞાનયોગ અને ભકિતયોગ યુવાનોમાં ભરપુર હોવા જોઇએ. જીતને ખેલદીલીથી સ્વીકારો સાથે સાથે હારને પણ ખેલદિલથી સ્વીકારીએ, મા ભારતનું ગૌરવ વધારીએ.
      આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીએ જણાવ્યું હતું કે આવું નમુનેદાર ઝળહળ લાઇટોથી શોભી રહેલ ક્રિકેટ ગ્રાઉન્ડ જોઇ અત્યંત આનંદ થાય છે. ભારતભરમાંથી જે જે ક્રિકેટરો અહીં રમવા આવવાના છે તે દરેકને ગુજરાત વતી અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. આ ગુરુકુલ યુવાનોમાં શિક્ષણ ઉપરાંત ખેલકૂદની સાથે સંસ્કારની સુવાસથી ભરવાનું કાર્ય કરે છે તેથી મને આનંદ છે. ખરેખર પૂ.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીને અમારા અભિનંદન છે. આપ સર્વ સંતો અમારી ક્રીઝ સંભાળી રહ્યા છો ત્યારે અમે ગુજરાતનું ગૌરવ વધે, સમાજની તમામ અપેક્ષાઓ પુરી થાય તે માટે અમે રાત દિવસ કાર્ય કરી રહ્યા છીએ.
     આ આયોજનના સર્વે કાર્યકર્તાઓને પૂજ્ય સ્વામીએ અભિનંદન આપ્યા હતા.

 

Achieved

Category

Tags