Guru Poornima Celebration, SGVP
Guru Poornima, one of the auspicious celebrations of Indian cultural traditions, is celebrated across the country and abroad too, to express the gratitude and pay respect towards the Bhagwan Ved Vyas, a torchbearer of India’s great treasure of knowledge and wisdom.
on 19 July 2016 at SGVP, Gurukul Parivar also celebrated the Guru Poornima to pay homage towards the HH Shastrji Maharaj Shree Dharmajivandasji Swami, Pujya Purani Swami Shree Pramprakashdasji Swami, Pujya Shree Jogi Swamiji in the holy presence of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami, adorning the position of Guru for entire Gurukul family, Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami, Purani Shree Balkrishnadasji Swami, elder saints, Parshadas, trustees, devotees and well-wishers.
Saints, students and devotees express their gratitude towards Pujya Shastriji Maharaj, Pujya Purani Swami, Pujya Jogi Swamiji and Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami and elder saints by poojan with Chandan, flowers and that of various kinds of garlands.
PPDD Acharya Maharaj Shree Rakeshprasadji Mahraj also blessed the saints and all devotees through audio-visual system. Pujya Swami explained the greatness of Rushi Parampara and wisdom spread towards all-welfare of human society and all living beings.
ભાગવતાદિ અઢાર પુરાણની રચના કરીને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખનાર વેદ વ્યાસ ભગવાનને કયારેય ભૂલી શકાય તેમ નથીઃ શા.માધવપ્રિયદાસજી સ્વામી
પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે એસજીવીપી ગુરુકુલમાં ઉજવાયેલ ગુરુપૂર્ણિમા મહોત્સવ— ઉમટેલો માનવ મહેરામણ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો.
કાર્યક્રમની શરુઆતમાં ગાયક દ્યનશ્યામ ભગત, અર્ચિત પાટડીયા તથા દર્શનપ્રિયદાસજી સ્વામી વગેરે કલાકારોના કિર્તન ગાન પછી છેલ્લા બે માસ દરમ્યાન સ્વામી માધવપ્રિયદાસજી વગેરે સંતો અમેરિકા, લંડન ઉપરાંત ઓલ્ડહામ, બોલ્ટન, લેસ્ટર, નોર્ધમ્પટન, લ્યુટન, ઇસ્ટ લંડન, કાર્ડિફ, કેમ્બ્રીજ, વગેરે યુ,કે.ના વિવિધ વિસ્તારોમાં વિચરણ દરમ્યાન વિવિધ વિસ્તારોમાં હિન્દુ લાઇફ-સ્ટાઇલ સેમિનાર, સત્સંગ સભાઓ યોજી પરત આવતા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ સભામાં સ્વાગત હાર પહેરાવ્યો હતો.
ત્યાર પછી માધવપ્રિયદાસજી, સ્વામી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ શા.મહારાજ, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા જોગી સ્વામીની પ્રતિમાને હાર પહેરાવી ગુરુ પૂજન કર્યુ હતું.
આ પ્રસંગે પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણા્યું હતું કે આજે ગુરુપૂર્ણિમા એટલે ગુરુપૂજન – વ્યાસ પૂજનનો દિવસ છે. વ્યાસ ભગવાને અઢાર પુરાણો રચી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે. આપ સર્વે મોટી સંખ્યામાં આ ગુરુપૂર્ણિમાના પનોતા પર્વે પધાર્યા છો તેને જોઇ હું ધન્યતા અનુભવું છું.
આ પ્રસંગે વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધું.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ઓડિયો વિઝયુઅલ માધ્યમથી આશીર્વાદ આપતા જણાવ્યું હતુ કે આજે ગુરુપૂર્ણિમાનું પનોતુ પર્વ છે. ભારતભરમાં આજે આ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. તેજ પ્રમાણે આજે છારોડી ગુૂરુકુલમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવાય છે જાણી અત્યંત આનંદ થાય છે. આજે વ્યાસ પૂજનનો દિવસ છે ગુરુના ગુરુ તો ભગવાન નારાયણ છે. એવા નારાયણ ભગવાનનું જે ભજન કરે છે તે મહાસુખિયો થઇ જાય છે.
આપણો મોક્ષ મુૂલક સ્વામિનારાયણ સંપ્રદાય જે આપણને સહેજે પ્રાપ્ત થયેલ છે જેનું આપણને ગૌરવ હોવું જોઇએ. ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલાદિમાં હરિકૃષ્ણ મહારાજ આદિ દેવો પધરાવ્યા છે તેમાં આપણી નિષ્ઠા, શ્રદ્ઘા અને આસ્થા હોવી જોઇએ. આપણે આપણા ગુરુ, વડિલ, વૃદ્ઘ કે માતાપિતાની સેવા કરીએ તો જ ગુરુ પૂર્ણિમા સાર્થક કહેવાય.
શા. માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે, આજે ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ છે. વ્યાસ પૂજનનો દિવસ છે. આજે ગુરુનું પૂજન કરવું એ તો બરાબર છે પણ આપ સર્વે મોટી સંખ્યામાં અહી પધાર્યો છો. આપના હૃદયમાં જે શ્રદ્ઘા અને ભાવના ભરેલી છે તેેને કોટિ કોટિ વંદન.
ગુરુ પૂર્ણિમા એટલે ભારતવર્ષની સંત પરંપરાને વંદન કરવાનો દિવસ. ભારતીય સનાતન ધર્મનો મૂળ આધાર ગ્રન્થ વેદ છે. ગહન વેદોને સરળ ભાષામાં સમજાવી, લોકભોગ્ય બનાવી દ્યરો-દ્યર સુધી પહોંચાડનાર જો કોઇ હોય તો તે વેદવ્યાસ ભગવાન છે. જેણે ભાગવતાદિ ગ્રન્થોની રચના કરીને ભારતીય સંસ્કૃતિને જીવંંત રાખી છે.
એવા વેદ વ્યાસ ભગવાનના ઋણને ભારતીય પ્રજા કયારેય ચુકવી શકે તેમ નથી. આજનો દિવસ એ ઋણ સ્વીકારનો અને કૃતજ્ઞતા વ્યકત કરવાનો દિવસ છે.
વિશ્વની પ્રજા જયારે અંધકારમાં જીવતી હતી તે સમયે ભારત વર્ષમાં જ્ઞાનનો અને ધર્મનો સૂરજ ઝળહળતો હતો, એના જયોતિર્ધર હતા વેદ વ્યાસ ભગવાન.
આવેલ તમામ હરિભકતોએ ગુરુ સ્થાને બિરાજમાન પૂ.માધવપ્રિયદાસજી સ્વામીને હાર પહેરાવી પૂજન કર્યું હતું. આ પ્રસંગે મુંબઇથી નવિનભાઇ દવે, કાંતિભાઇ ગાંધી, મધુભાઇ દોંગા, વિપુલભાઇ ગજેેરા, ડી.કે. શાહ, ધીરુભાઇ અસ્વાર, રામુભાઇ દેશાઇ, ભૂપેન્દ્રભાઇ મહેતા, પરશોત્ત્।મભાઇ બોડા, કનુભાઇ જસાણી, તેમજ સુરત વડોદરા, નાગપુર, કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે સ્થળોથી મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.