ગુણાનુવાદ સભા, SGVP રીબડા-રાજકોટ
શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામ ઉપક્રમે, પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ સાથે, SGVP રીબડા-રાજકોટ દ્વારા પરમ પૂજ્ય અખંડ ભગવત્પરાયણ શ્રી જોગી સ્વામીજીની ૧૩મી પુણ્યતિથી તથા પરમ પૂજ્ય સેવામૂર્તિ શ્રી કોઠારી સ્વામીજીની ૧૦મી પુણ્યતિથી પ્રસંગે શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે શિવ પૂજન, અખંડ ધૂન, ફ્રી મેડિકલ કેમ્પ, બ્રહ્મ ચોરાશી, મહાપૂજા પર્વ પૂર્ણાહુતિ તથા ગુણાનુવાદ સભા વગેરે ધાર્મિક સામાજિક આયોજનો થયા હતા.
તા. ૩૦ ઑગસ્ટ, ૨૦૨૪
પૌરાણિક તીર્થ અને સ્વયં શ્રીજી મહારાજે જેમનું પૂજન કર્યું હતું, તે શ્રી ઘેલા સોમનાથ મહાદેવનું પવિત્ર શ્રાવણ માસમાં પૂજન કરવામાં આવ્યું હતું.
તથા બ્રહ્મચોરાશી અંતર્ગત ૫૦૦ બ્રાહ્મણોને મિષ્ટ ભોજન અને દક્ષિણા આપવામાં આવી હતી.
તા. ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૪
SGVP રીબડા-રાજકોટ ખાતે સંતો, ભક્તો અને બહેનો દ્વારા છ કલાક અખંડ ધૂન કરવામાં આવી હતી.
સંસ્થા દ્વારા આયોજીત ૧૯માં ફ્રી મેડિકલ કેમ્પમાં હૃદય રોગ, સ્ત્રી રોગ, હાડકા-દાંત-આંખના રોગ માટે દર્દીઓને નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા નિદાન સારવાર આપવામાં આવી હતી.
બ્રહ્મચોરાશીમાં આસપાસના ગામોના ૧૦૮ જેટલા બ્રાહ્મણોને મિષ્ટ ભોજન સાથે દક્ષિણા અને ઉપહાર આપવામાં આવ્યા હતા.
પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ત્રીજા નિત્ય મહાપૂજા પર્વની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
ગુણાનુવાદ સભામાં પરમ પૂજ્ય જોગી સ્વામીજી અને પરમ પૂજ્ય કોઠારી સ્વામીજીની પ્રતિમાનું પૂજન કરી સંતો હરિભક્તોએ તેમના પરોપકારી જીવનના દિવ્ય પ્રસંગો વર્ણવ્યા હતા.