HH Swami Shree Madhavpriyadasji Swamiji, honoured with Gujarati Gaurav Award
At Yogi Hall, Dadar, Mumbai on 23rd November, an Institution called Bruhad Mumbai Gujarati Samaj feliciated various individuals, who have contributed in various fields.
On this occassion Pujya Guruvarya Sadguru Shastri Shree Madhavpriyadasji Swami was awareded with “Gujarati Gaurav Award.”
On this occassion all at SGVP Gurukul felt that Swami’s contribution in social, education, literature and many more fields have gone beyond Gujarat and it has been recognised at the world level.
SGVP Gurukul’s representative as well as executive director Shree Jaydevbhai Sonagara, Parshad Shree Kanu Bhagat and Parshad Shree Shamji Bhagat received this award on behalf of Swamiji.
SGVP Gurukul feel proud of this achievement of Swamiji.
Swamiji responded through a letter by saying, we can not be free from the indebtedness of the mother land and mother. He also said that, we are from Gurjar Desh, we should feel proud when we get an opportunity to serve our mother land. Swami dedicated this award to the founder of the Gurukul tradition Pujya Gurudev Shastri Dharmajivandasji Swami. Swami also added that this award wouldn’t have possible without the contribution of so many volunteer of the Gurukul.
SGVP ગુરુકુલના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીને ગુજરાતી ગૌરવ એવોર્ડની સન્માનીત કરાયા
સુપ્રસિદ્ધ સામાજિક સંસ્થા બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા અનેક યશસ્વી વ્યક્તિઓનું ૨૩ નવેમ્બરે મુંબઈ દાદર ખાતે યોગી સભાગૃહમાં એવોર્ડસ્ આપી સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP અમદાવાદના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીને “ગુજરાતી ગૌરવ એવોર્ડ’થી સન્માનીત કરાયા.
આ પ્રસંગે સમાજ, શિક્ષણ અને સેવાને સમર્પિત સ્વામીજીના સમર્પણની સુગંધ ગુજરાતની સરહદો ઓળંગી વૈશ્વિક કક્ષાએ પહોચી છે તેની પ્રતીતિ થઈ.
સંસ્થાના પ્રતિનિધિ SGVP ના એક્જીક્યુટીવ ડાયરેક્ટર શ્રી જયદેવભાઈ સોનગરા, પાર્ષદ શ્રી કનુભગત તથા પાર્ષદ શ્રી શામજીભગતે સ્વામીજી વતી આ એવોડ સ્વીકાર્યો હતો.
આ પ્રસંગે સમસ્ત SGVP ગુરુકુલ પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.
પત્ર દ્વારા સન્માનનો પ્રત્યુત્તર પાઠવતા સ્વામીજીએ જણાવ્યું હતું કે, આપણે મા અને માતૃભૂમિના ઋણમાંથી ક્ચારેય મુક્ત થઈ શકતા નથી. આપણે ગુર્જરધરાના સંતાન છીએ. એની સેવા કરવા મળે એ આપણા સદ્ભાગ્ય છે.
આ સન્માન હું આધુનિક યુગમાં ગુરુકુલ પરંપરાના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનાં ચરણોમાં અર્પણ કરી ભારમુક્ત થાઉ છું. આ એવોર્ડનો સર્વ યશ ગુરુકુલના નાનામાં નાનાં સેવકોને ફાળે જાય છે.