Photo Gallery
“Go Green, Go Organic” program was organized at town Khalsi near Batalik region of Ladakh. The Chairman was the Honorable Drigung Kyabgon Chetsang Rinpoche ji. On this occasion, HH Shree Madhavapriyadasji Swami and HH Bhikhu Sanghsena ji were present as special guests. People give respect to Honorable Drigung Kyabgon Chetsang Rinpoche like the HH Dalai Lama. He has taken up the Green Himalaya Project, under which 125 million trees will be sown in the Himalayan region.
Expressing gratitude to the revered Swami Madhavapriyadasji, honorable Rinpoche ji said, “We are glad to see how far you have come from Gujarat to encourage this program here.” Swami Madhavapriyadasji said what a big project of tree plantation you have taken. SGVP Gurukul family will support as much as possible in this great project of yours. On this occasion Honorable Rinpoche ji honoured Pujya Swamiji.
લદ્દાખના બાટાલિક ક્ષેત્રની પાસે ખાલસી શહેરમાં ગ્રીન હિમાલય પ્રોજેક્ટ અંતર્ગત “ગો ગ્રીન, ગો ઓર્ગેનિક” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ હતા માનનીય શ્રી દ્રિકુજ્જ ચેતસંગ રિમ્પોછે. આ કાર્યક્રમમાં સ્વામી શ્રી માધવપ્રિયદાસજી એવં ભીખ્ખુ સંઘસેનાજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહ્યા હતા.
લદ્દાખમાં લોકો માનનીય શ્રી દ્રિકુજ્જ ચેતસંગ રિમ્પોછેને આદરણીય શ્રી દલાઈ લામા જેટલું સન્માન આપે છે. એમણે ગ્રીન હિમાલય પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા હિમાલયમાં સવા કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.
આ પ્રસંગે આયોજિત સભામાં આદરણીય દ્રિકુજ્જ ચેતસંગ રિમ્પોછેજીએ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીનો આભાર માનતા કહ્યું હતું કે, “આપ અહીંથી સેંકડો માઇલ દૂર ગુજરાતથી અમને પ્રોત્સાહિત કરવા પધાર્યા એનો અમને આનંદ છે અને અમે આપનો આભાર માનીએ છીએ.” આમ કહી તેઓશ્રીએ સ્વામી શ્રી માધવપ્રયિદાસજીનું અભિવાદન કર્યું હતું.
સ્વામી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, “આપે હાથ ધરેલું આ વૃક્ષારોપણનું કાર્ય દાદ માગી લે તેવું છે. આપના આ કાર્યમાં SGVP ગુરુકુલ પરિવાર સહભાગી થશે.”
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત પૂજ્ય સ્વામીજીનું શ્રી દ્રિકુજ્જ ચેતસંગ રિમ્પોછેજીએ સન્માન કર્યું હતું.